ભરુચઃ તાડીયા વિસ્તારમાં નદી કિનારેથી યુવક-યુવતીની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તાચરમાં ભારે ચકચાર મચી ગઈ છે.  પુરુષ અને મહિલની ડી કમ્પોઝ હાલતમાં લાશ મળી આવી છે. બંને મૃતદેહના હાથ ઓઢણીથી બાંધેલી હાલતમાં મળ્યા છે. તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 


યુવક-યુવતીના મૃતદેહના હાથ એકબીજા સાથે બાંધેલા હોવાથી પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પોલીસને આશંકા છે. જોકે, આ યુવક-યુવતી કોણ છે અને અહીં લાશ કેવી રીતે પહોંચી તે સમગ્ર વિગતો તપાસ પછી સામે આવશે. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. 

Surat: જોબ વર્ક લેવા આવેલી 17 વર્ષની છોકરી સાથે બિઝનેમેસમેને ફેક્ટરીમાં માણ્યું શરીર સુખ, વારંવાર બોલવાતો ને.......


સુરતઃ શહેરના વેડ રોડ પર રહેતી 17 વર્ષીય સગીરા પર બિઝનેસમેન ફેક્ટરીમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાને જોબવર્ક-હેન્ડવર્કનું કામ આપવાની લાલચ આપી વેપારીએ સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ થતાં ચોકબજાર પોલીસે આરોપી બિઝનેસમેનની ધરપકડ કરી લીધી છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, વેડરોડ ખાતે રહેતો બિઝનેસમેન કાપડ પર સ્ટોન ચોંટાડવાનું હેન્ડવર્ક-જોબવર્કનું કારખાનું ધરાવે છે. તેને ત્યાંથી આસપાસ રહેતી મહિલાઓ જોબવર્કનું કામ લઈ જાય છે. દરમિયાન તેની સોસાયટીમાં જ રહેતી મહિલાને તેણે જોબવર્કનું કામ આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, આ કામ લેવા માટે તેની દીકરીને મોકલવા માટે કહ્યું હતું. 


આથી મહિલા પોતાની 17 વર્ષીય દીકરીને જોબવર્કના કામ માટે તેની ફેક્ટરીમાં મોકલતી હતી. જોબવર્કના કામ માટે આવતી સગીરા પર બિઝનેસમેને નજર બગાડી હતી અને તેણે સગીરાને લાલચ અને ધાક-ધમકી આપીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધવા માંડ્યા હતા. 


બિઝનેસમેન તેના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી વારંવાર તેનું શોષણ કરવા લાગ્યો હતો. આ બધાથી કંટાળી અંતે સગીરાએ પરિવારને જાણ કરી હતી તેમજ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.