સુરતના કામરેજના વેલંજા ગામમાં 3 દિવસથી લાપતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના કામરેજના વેલંજા ગામમાં સરદાર વીલા સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી 31 મેની સાંજે ઘરેથી વોક કરવા નીકળી હતી ત્યારથી ગુમ થઇ હતી. પરંતુ પરત ના ફરતા પરિવારે પોલીસને જાણ કરી હતી.
પોલીસ અને પરિવાર બંને યુવતીની શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન ગામમાં જ મંદિર પાસે આવેલા તળાવના કિનારે પાળા પાસે યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા. જેને લઈને પરિવારજનો અને પોલીસને યુવતી તળાવમાં પડી ગઈ હોવાની શંકા ગઈ હતી, જેને લઈને ફાયર વિભાગને જાણ કરતા ગઈ કાલે લગભગ છ કલાક સુધી 50 ફૂટ ઊંડા તળાવમાં ફાયરના જવાનો દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં યુવતીનો કોઈ પતો લાગ્યો ન હતો.
આજે વહેલી સવારે તળાવમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવતીએ આત્મહત્યા કરી કે અન્ય કારણસર તેનું મોત થયું છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે યુવતીના મોબાઈલ લોકેશન કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી હતી.
Surat: ગુજરાતના આ જાણીતા સંતનું હાર્ટ એટેકના કારણે નિધન, ભક્તોમાં છવાયો માતમ
સુરત: શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મહંત રાકેશ મહારાજના નિધનને લઈને ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે.
જામનગરમાં બે વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ
જામનગર: તાલુકાના તમાચણ ગામે એક બાળકી બોરવેલમાં ફસાઈ છે. બે વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હોવાની માહિતી સામે આવી છે. હાલમાં જામનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર જવા રવાના થઈ છે. ૨૦ થી ૩૦ ફૂટે બાળકી ફસાઈ હોવાની માહીતી મળી રહી છે. વાડીમાં મજુરી કરતા પરિવારની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.
અમદાવાદના યુવકની વડોદરાની હોટલમાંથી મળી આવી લાશ
વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં લાશ મળી આવી છે. અલંકાર ટાવર સ્થિત અલંકાર હોટલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હોટેલના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ મારતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો. હોટલના રૂમમાં તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને હોટલનો સ્ટાફ ચોંકી ગયો હતો.
યુવકના મૃતદેહ પાસે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. ચાર પેજની સ્યુસાઈડ નોટ મળી આવી છે. સામે આવેલી વિગતો અનુસાર યુવક તારીખ 31 મેના રોજ હોટેલમાં રોકાયો હતો. મૃતદેહ ડી કંપોસ્ટ હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની જાણ કરવામાં આવતા સયાજીગંજ પોલીસ ઘટને સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહ કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો