Surat, Land Cheating Case: સુરતમાં જમીન કૌભાંડ મામલે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. સુરતમાં એક પિતા અને બે પુત્રએ મળીને પોતાના જ ભાગીદાર સાથે 4 કરોડની ઠગાઇ કરી છે, આ ત્રિપુટીએ મળીને જમીનના દસ્તાવેજોમાં ચેડા કર્યા અને ખોટી રીતે જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

સુરતમાં હાલમાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે લખાણી પિતા-પુત્ર ત્રિપુટી વિરુદ્ધ છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે, ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, સુરતના કતારગામમાં આ પિતા અને બે પુત્રોએ પોતાના જ ભાગીદાર સાથે 4 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. આ લખાણી પિતા-પુત્રએ જમીનમાં ભાગીદાર સાથે કરોડોની છેતરપિંડી કરી છે. આ લોકોએ જમીન પચાવવા ઠરાવ સાથે ચેડાં કર્યા અને એન્ટ્રીના નામે પણ ખોટા ખેલ કર્યા હતા. ખરેખરમાં, પ્લીન્થ લેવલનું કામ થયા છતાં ખુલ્લી જમીન દર્શાવાઇ દેવામાં આવી હતી. આ કેસમાં વિરેન્દ્ર લાભુભાઈ લખાણી તથા તેમનાં બે પુત્રો મેહુલ અને વિરેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઇપીકો કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) તથા ૩૪ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ સંદર્ભેની તપાસ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાનાં દ્વારા હાથ ધરવામાં આવી છે. 

છૂટાછેડા લેવા માંગતી મહિલા ક્લાન્ટ પર વકીલની દાનત બગડી, ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યુ, પછી રૂમ બંધ કરી ભાગી ગ્યો.....

સુરતમાંથી વધુ એક સનસનીખેજ દુષ્કર્મની ઘટના સામે આવી છે, એક પરિણીતા સાથે વકીલે દુષ્કર્મ આચર્યુ છે, હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના સુરત શહેરના પુણા વિસ્તારમાં ઘટી છે.

Continues below advertisement

સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે, તે અનુસાર ઘટનાની વિગતો એવી છે કે, સુરતની એક પરિણીતા પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હતી, છૂટાછેડા માટે પુણાની આ પરિણીતાએ શહેરના વકીલ આસ્તિક છાયાનો સંપર્ક કર્યો હતો, વકીલ આસ્તિક છાયાએ આ પરિણીતાને ફસાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. 

પરિણીતા પતિ સાથે છૂટાછેડા લેવા માટે શહેરના વકીલ આસ્તિક છાયાનીનો સંપર્ક કર્યો હતો, આ ઘટનામાં વકીલે પુણા ચોકી પર આ પીડિતાને બોલાવી હતી, બાદમાં પોતાના પરિવારને મળવા લઈ જવાનું કહીને તેને કુદસદ ગામ ગ્રીનસીટી ફાર્મમાં લઈ ગયો હતો, જ્યાં પરિણીતા પર વકીલે દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહીં બાદમાં વકીલ રૂમ બંધ કરી ત્યાંથી જતો રહ્યો હતો, પછી સાંજે ફરી ત્યાં આવ્યો અને પીડિતાને લઈને ગ્લુડી ખાતે છોડીને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર દુષ્કર્મની ઘટનાને લઇને પરિણીતા પીડીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પુણા પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.