સુરતઃ સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ એસીબીના સકંજામા આવ્યા છે. સુરત એ.સી.બીએ મહિલા કોંગ્રેસી કોર્પોરેટર કપિલા પટેલના વચેટિયા હિતેશ પટેલની ધરપકડ કરી હતી. કોર્પોરેટર વતી રૂપિયા 50 હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો હતો.




કપિલા પટેલ અને તેના મળતિયાએ ફરિયાદી પાસે રૂપિયા 1 લાખની લાંચ માંગી હતી. સુરત મનપા કમિશનરને ગેરકાયદે બાંધકામ અંગેની ફરિયાદ કરીને સમાધાન પેટે 50 હજારની લાંચ સ્વીકારતા હતા ત્યારે વચેટિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. કોર્પોરેટરના પતિ પલકેશ પટેલના કહેવા પર હિતેશ પટેલે લાંચ સ્વીકારી હતી. કોર્પોરેટર કપિલા પટેલ,પતિ પલકેશ પટેલ અને હિતેશ પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હાલ સુરત એસીબી દ્વારા મહિલા કોંગી કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિના નિવાસસ્થાને તપાસ શરૂ કરવામા આવી છે. આ અગાઉ ભાજપના કોર્પોરેટર ACB ના હાથે ઝડપાઇ ચુક્યા છે. સુરતમાં તોડપાણી કરતાં વધુ એક નગર સેવક ઝડપાતાં લોકોના મુખે કોર્પોરેટર બનો અને લાંચ લો તેવી ચર્ચા શરૂ થઈ છે.