અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસથીઆજે વધુ બે દર્દીના મોત થયા છે. પાટણ બાદ સુરતમાં પણ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. સુરતના રાંરેતમાં 52 વર્ષીય રશીદ પઠાણનું મોત થયું છે. આ સાથે જ સુરતમાં અત્યાર સુધી કુલ ત્રણના મોત થયા છે.  આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 165 છે.

આ પહેલા પાટણ માં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા 45 વર્ષીય યુવકનું ધારપુર સિવિલમાં મોત થયું હતું. આ યુવક મુંબઈથી આવ્યો હતો.

આજે રાજ્યમાં વધુ 19 કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ 165 દર્દી થયા છે. જ્યારે કોરોનાથી સૌથી વધુ મોત અમદાવાદમાં થયા છે. અમદાવાદ- 05, સુરત- 03, ભાવનગર- 02, વડોદરા- 02, પંચમહાલ- 01, પાટણ- 01નાં મોત થયા છે.


અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 77એ પહોંચી છે. આ ઉપરાંત આજે પાટણમાં 3, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1 અને આણંદમાં એક કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સુરતમાં 19, ગાંધીનગરમાં 13,ભાવનગરમાં 14, વડોદરામાં 10, રાજકોટમાં 10, પાટણમાં 5, પોરબંદરમાં 3, ગીર સોમનાથ -કચ્છ અને મહેસાણા માં 2- 2 પોઝિટિવ કેસ, પંચમહાલ- છોટાઉદેપુર, સાબરકાંઠા, આણંદ અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે ગુજરાતમાં 16 કેસ નોંધાયા હતા. આ પછી ગઈ કાલે બપોર બાદ સુરતમાં વધુ બે નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 146 પર પહોંચી હતી. સુરતમાં અત્યાર સુધીમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે.