સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. આવા સમયે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરુચ, વલસાડ, નવસારી, નર્મદા અને તાપી જિલ્લામાં ગઈ કાલે 19મી ઓગસ્ટે કુલ 299 કેસ નોંધાયા હતા. જેની સામે કુલ 390 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
જિલ્લા પ્રમાણે વાત કરીએ, તો ગઈ કાલે સુરત જિલ્લામાં 238 કેસ નોંધાયા હતા. જેની સામે 324 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે વલસાડ જિલ્લામાં 13 કેસ નોંધાયા હતા, જેની સામે 17 લોકો સ્વસ્થ થયા હતા. નવસારીમાં 11 કેસ સામે 18 લોકોને રજા અપાઇ છે. નર્મદામાં 9 કેસ સામે 10 સાજા થયા છે. તાપીમાં 6 સામે 7 સાજા થયા હતા.
District Case Discharge
Surat 238 324
Bharuch 22 14
Valsad 13 17
Navsari 11 18
Narmada 9 10
Tapi 6 7
Total 299 390