Surat: ડાયમંડ નગરી સુરતમાં શ્વાનનો આતંક યથાવત છે. સુરતના અલથાણ ગામે 5 વર્ષની બાળકી પર રખડતાં શ્વાને હુમલો કર્યો હતો. રખડતાં શ્વાને માસુમ બાળકીનો થાપો કરડી ખાધો હતો. સ્થાનિકોએ દોડી આવીને બાળકીને બચાવી લીધી હતી. છેલ્લાં 40 દિવસમાં ત્રણ લોકોના શ્વાને ભોગ લીધા છે. પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે. 


થોડા દિવસ શહેરના  ભેસ્તાન વિસ્તારમાં કૂતરું કરડતા 6 વર્ષના બાળકનું મોત થયું હતું. ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં પરિવાર સાથે કામદાર હાજર હતા ત્યારે પાછળથી ગળા,પેટ માં,માથામાં,પગમાં કૂતરું કરડ્યું  હતું. જે બાદ બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે બાળક ને મૃત જાહેર  કર્યો હતો.

ગત મહિને શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં  આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.


સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા


સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે  જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.









પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસ પહેલા વરાછામાં માસુમ બાળકીને બાદ વેડ રોડ ખાતે એક બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે રવિવારે ખજોદ ડાયમંડ બુર્સમાં બે વર્ષીય માસુમ બાળકી પર ત્રણ ચાર કૂતરઓએ હુમલો કરતા ૩૦ થી ૪૦ બચકા ભરતા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રાંદેર, અડાજણ, વેડ રોડ, વરાછા, નાનપુરા, કતારગામ, વરાછા, પાંડેસરા, ભેસ્તાન, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઈક પર જતા વ્યક્તિઓની પાછળ દોડી કુતરા બચકાં ભરે છે. જોકે વર્ષ 2022 સુરતના વિવિધ વિસ્તારોમાં 16653 કૂતરાએ બચકા ભર્યા હતા. જેમાં સારવાર અને હડકવા વિરોધી રસી મુકવા માટે નવી સિવિલમાં 9389 અને સ્મીમેર હોસ્પિટલમાં 7264 વ્યકિતઓ આવ્યા હતા.