સુરત: આજે સમગ્ર વિશ્વમાં રામ નવમીની ભવ્યતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં શોભા યાત્રા અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સુરતમાં એક અનોખી તસવીર સામે આવી છે, હકિકતમાં સુરતમાં સોના-ચાંદીની રામાયણ દર્શન માટે મૂકવામાં આવી છે, જેને લઈને સમગ્ર શહેરમા કુતુહલ સર્જાયું છે.


તમને જણાવી દઈએ કે, આ રામાયણ 222 તોલા સોનુ, 10 કિલો ચાંદી અને હીરા-પન્ના સાથેની બનેલી છે. નોંધનીય છે કે, રામાયણની ગણતરી હિન્દુ ધર્મના પ્રખ્યાત અને મહાન ગ્રંથ તરીકે થાય છે.  આ રામાયણ ગ્રંથ સાથે ઘણા લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. વાલ્મિકીથી લઈને તુલસીદાસ સુધીના ઘણા લોકોએ અનેક પેઢીઓથી આ રામાયણને પોતાની રીતે લખી છે.  1977માં રામભાઇ ગોકળભાઇએ રામાયણ ખૂબ જ અનોખી રીતે લખી હતી.  ખરેખર તેમની આ રામાયણ સોના, ચાંદી, અને પૃષ્ઠોથી મળીને બનેલી હતી.  આ કિંમતી રામાયણ આજે પણ હાજર છે.  આજે રામ નવમીના દિવસે આ રામાયણને ભક્તો માટે દર્શન અર્થે મૂકવામાં આવી હતી.


રામજીની સવારી પર પથ્થરમારો


આજે ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થર મારો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન થયું છે.


મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે થયો પથ્થરમારો


મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ કાબુમાં છે. ગયા વર્ષે રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં પણ પથ્થરમારો થયો હતો. હિન્દુ સગઠનના કહેવા મુજબ, કેટલાક તત્વોએ પહેલાથી જ સુનિયોજિત કાવતરું રચ્યું હતું.









 રામનવમીના દિવસે નીકળેલી સવારી ઉપર ફતેપુરા વિસ્તારમાં કાંકરી ચાળો થતા સ્થિતિ તંગ બની હતી. પથ્થરમારામાં 15થી વધુ વાહનોને નુકસાન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એસઓજી, પીસીબી, ડીસીબી તથા એસઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, ઘટના સ્થળે 108 ની બે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. રામ નવમીના તહેવારમાં કાંકરી શાળાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ સીસીટીવી ચેક કરી કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરશે.