Surat News: ડાયમંડ નગરી સુરતના વેસુમાં લિફ્ટમાં ફસાઇ જતાં 22 વર્ષીય મજૂરનું મોત થયું છે. શંભુ સુંદર્શન બબરી નામનો મજૂર નવનિર્મિત બિલ્ડિંગના સાઈડ પર કામ કરતો હતો તે સમયે લિફ્ટમાં ગળુ દબાઈ જતા મજૂરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મજૂરને મૂર્તક જાહેર કર્યો હતો. વેસુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.


પૈસાદાર સાધુ મહાત્મા હોવાનો દંભ કરી ગાડી લઈ થઈ ગયો ફરાર


પંચમહાલમાં પૈસાદાર સાધુ મહાત્મા હોવાનો દંભ કરી ઠગાઈ કર્યાની ફરિયાદ કાકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી 9 લાખ કિંમતની મહિન્દ્રા થાર ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. રયાજીભાઈ પરમાર સાથે આરોપીએ મૌખિક જમીનનો સોદો કરી 1.75 કરોડ નાં PDC બેન્ક નાં ચેક આપી ઠગાઈ  કરી હતી. બે દિવસ માટે ગાડી વાપરવા લઈ જવાનું જણાવી ફરિયાદીની મહિન્દ્રા થાર ગાડી લઈ ફરાર થયો હતો. કાકણપુર પોલીસે મૂળ રાજસ્થાન જયપુર જોટવાંડાનાં પ્રદીપ સિંહ પોપટજી જાડેજા સામે છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.  પંચમહાલમાં તાલીમાર્થી એસઆરપી જવાનોને ફુડ પોઇઝનિંગની અસર થઈ હતી. સવારનો ચા નાસ્તો કર્યા બાદ એસઆરપી ગ્રુપ પાંચના 10 જેટલાં જવાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. અસરગ્રસ્ત તમામ એસઆરપી જવાનોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.


3 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી


દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગુરુવાર (30 માર્ચ) સાંજે ભારે વરસાદ થયો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 એપ્રિલ સુધી આવા વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે. આજે કેરળ, કર્ણાટક, ઉત્તર આસામ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય વિભાગે પશ્ચિમ યુપી અને પૂર્વાંચલમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. યુપીના 27 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ફરુખાબાદ, કન્નૌજ, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, અલીગઢ, મથુરા, હાથરસ, કાસગંજ, એટાહ, આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી, બિજનૌર, અમરોહાબાદ, રામપુર બરેલી, પીલીભીત.શાહજહાંપુર, સંભલ, બદાઉન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે.