જ્યારે ફ્લાઇટ હવામાં હતી ત્યારે પાયલોટને એન્જિનમાંથી કંઇક વિચિત્ર અવાજ સંભળાયો હતો અને ધુમાડો ઉડતો મહેસુસ થયો હતો. આ પછી, તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. વૈકલ્પિક વ્યવસ્થા કરી તમામ મુસાફરોને રવાના કરાયા છે.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે ઈન્ડિગો વિમાનએ સુરતથી કોલકાતા જઇ હતી. માર્ગમાં ફ્લાઇટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. પાઇલોટે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) સાથે વાત કરી હતી કારણ કે ભોપાલ એરપોર્ટ નજીક હતું. રાજા ભોજ એરપોર્ટ પર વિમાનમાં ઉતરવાની પરવાનગી લેવામાં આવી હતી. આ પછી, વિમાનને ભોપાલમાં ઉતારવામાં આવ્યું હતું.