સુરતઃ ગઈ કાલે શહેરના ગોડાદરા વિસ્તારમાંથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરાના પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. બાળક હાલ હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકને ત્યીજ દેનાર યુવતીને શોધી કાઢી હતી. તેમજ તેની પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનની યુવતી સુરતમાં પોતાના ભાઈ-ભાભી સાથે રહે છે. યુવતીને તેના જ એપોર્ટમેન્ટમાં રહેતા રાજસ્થાનના જ એક યુવક સાથે પ્રેમસંબંધ છે. તેઓ એકબીજાની સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શારીરિક સંબંધને કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, લગ્ન વગર માતા બનતા યુવતીએ બાળકને ત્યજી દીધું હતું.
ગત રવિવારે સાંજે પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના બિલ્ડિંગ નંબર બી-4ના પાર્કિંગમાં નીચે નવજાત બાળક મળી આવ્યું હતું. સ્થાનિક વ્યક્તિની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી ગોડાદરા પોલીસ દોડી આવી હતી અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. હાલ બાળક હાલત સામાન્ય છે.
દરમિયાન પોલીસે આ બાળકની માતાની તપાસ કરતાં તેઓ યુવતી સુધી પહોંચી ગયા હતા અને તેની પૂછપરછમાં પ્રેમી સાથે સંબંધથી બાળક થઈ ગયો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે યુવતીના પ્રેમી યુવકની પણ પૂછપરછ કરી હતી. હાલ, યુવક યુવતી સામે ફરિયાદ કરવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, યુવક-યુવતીના પરિવાર વચ્ચે પણ આ અંગે વાતચીત ચાલી રહી છે.
સુરતઃ ભાઈ-ભાભી સાથે રહેતી રાજસ્થાની યુવતીને યુવક સાથે બંધાયા શારિરિક સંબંધ, યુવતીના ફ્લેટમાં જ માણતાં શરીર સુખ ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Dec 2020 11:11 AM (IST)
મૂળ રાજસ્થાનની યુવતી સુરતમાં પોતાના ભાઈ-ભાભી સાથે રહે છે. યુવતીને તેના જ એપોર્ટમેન્ટમાં રહેતા રાજસ્થાનના જ એક યુવક સાથે પ્રેમસંબંધ છે. તેઓ એકબીજાની સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શારીરિક સંબંધને કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -