સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવતી કાપોદ્રા વિસ્તારમાં રહેતી હતી, ત્યારે ઇન્સ્ટાગ્રામ પર નિલેશ ભોજૈયા નામના યુવકના સંપર્કમાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંનેએ અવાર-નવાર શરીર સુખ પણ માણ્યું હતું. જોકે, યુવકે લગ્નનો ઇનકાર કરી દેતા યુવતી બળાત્કારની ફરિયાદ કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 20 વર્ષીય યુવતી અને નિલેશ ભોજૈયા ઇન્સ્ટાગ્રામ પર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં બંને વચ્ચે ઇન્સ્ટા પર વાતચીત થતી હતી. પરિચય વધતા રત્નકલાકાર નિલેશે ફ્રેન્ડશિપ માટે પૂછ્યું હતું. આ સમયે યુવતે લગ્ન કરવા હોય તો જ સંબંધ આગળ વધારવાની વાત કરી હતી. આ સમયે નિલેશે તેને લગ્ન કરવા માટે તૈયારી બતાવી હતી.
આ પછી બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરતાં બંને વચ્ચે ફોનથી વાતચીત શરૂ થઈ હતી અને બંને મળવા લાગ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં તેઓ સાથે ફરતા હતા. એક દિવસ યુવતી ઘરમાં અલગ રૂમમાં સૂતી હતી, ત્યારે અચાનક નિલેશ ત્યાં આવી ગયો હતો અને લગ્નની વાત કરી શરીર સુખની માંગણી કરી હતી. તેમજ યુવતી ના પાડે તો ફ્રેન્ડશીપ તોડી નાંખવાની ધમકી આપી હતી. આથી યુવતીએ નિલેશના તાબે થઈ ગઈ હતી અને બંનેએ રૂમમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા.
આ પછી બંને વચ્ચે અનેકવાર શરીર સંબંધ બંધાયા હતા. દરમિયાન યુવતી નિલેશ સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી, ત્યારે યુવતીનો નાના ભાઈ જોઈ જતાં પરિવારને દીકરીના પ્રેમપ્રકરણની જાણ થઈ ગઈ હતી. બીજી તરફ યુવતીએ નિલેશને લગ્ન કરવા માટે કહેતા તે બહાના બનાવવા લાગ્યો હતો.
આથી યુવતી ઘર છોડીને નીકળી ગઈ હતી. તેમજ નિલેશને ઘરે લઈ જવા કહેતા બાઇક પર લઈ તો ગયો હતો, પરંતુ તેને રસ્તામાં જ ઉતારીને જતો રહ્યો હતો. જોકે, યુવતી નિલેશનું ઘર શોધતા શોધતા તેના ઘરે પહોંચી ગઈ હતી. નિલેશની માતા-બહેન તેને કાપોદ્રા પોલીસ સ્ટેશન મૂકી આવ્યા હતા. જ્યાંથી તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી.
આ અંગે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેમણે કાપોદ્રો પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી નિલેશ રમણભાઈ ભોજૈયાની ધરપકડ કરી હતી.
સુરતઃ ઈન્સ્ટા દ્વારા સંપર્કમાં આવેલા યુવકે યુવતીના ઘરે અચાનક પહોંચી જઈને બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું થયું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Dec 2020 12:36 PM (IST)
એક દિવસ યુવતી ઘરમાં અલગ રૂમમાં સૂતી હતી, ત્યારે અચાનક નિલેશ ત્યાં આવી ગયો હતો અને લગ્નની વાત કરી શરીર સુખની માંગણી કરી હતી. તેમજ યુવતી ના પાડે તો ફ્રેન્ડશીપ તોડી નાંખવાની ધમકી આપી હતી. આથી યુવતીએ નિલેશના તાબે થઈ ગઈ હતી અને બંનેએ રૂમમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -