સુરતઃ સુરત ગ્રામ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. પહેલા ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 488 વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તમામને હોમ આઇસોલેટ કરાયા છે. તાત્કાલિક ધોરણે યુનિવર્સિટી પણ બંધ કરવામાં આવી છે.


ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરીષમાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે નિર્ણય લેવાશે. શાળાઓમાં અપાતા ઓફલાઇન શિક્ષણ મુદ્દે સમયે સમયે નિર્ણય કરાશે. પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. 


તેમણે કહ્યું કે, નવી  SOP જાહેર થશે ત્યારે પ્રાથમિક શિક્ષણમાં ઓનલાઇન શિક્ષણ માટે નિર્ણય કરાશે. રાજ્યમાં શિક્ષણ મુદ્દે નિર્ણય કેન્દ્ર સરકારની એસઓપીને ધ્યાન રાખીને કરાશે. રાજ્યની શાળાઓ ચાલુ રાખવી કે નહીં તે ક્ન્દ્રની એસઓપી પર નિર્ભર છે. 


કોરોના સંક્રમણ વધતાં સ્કૂલો બંધ કરવાની ઉઠી માંગ, જાણો હવે કોણે સ્કૂલો બંધ કરવાની માંગ?


અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ તમામ વચ્ચે નાના ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે ગઈકાલે જ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ શિક્ષણમંત્રીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરાઈ છે. ત્યારે જામનગર નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો સાથે આજે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. 


ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ કહ્યું કે, મોટાભાગના પાડોશી રાજ્યોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં કોરોના કેસો આવી રહ્યા છે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સંક્ર્ત્મિત થઇ રહ્યા છે. શિક્ષકો અને બાળકોને સંક્ત્મિત થતા અટકાવવાના હેતુથી અમે પણ સરકાર પાસે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરી છે.



શિક્ષક મેરામણ કારેથાએ કહ્યું કે, અમારી શાળાના બાળકો સ્લમ વિસ્તારમાંથી આવે છે. તેના ઘરે કે ત્યાં પણ પ્રોટોકોલ ના અમલ નથી થતા. રીસેશ સમયમાં બાળકોને અલગ રાખવા અઘરું છે. શાળાઓ ચાલુ રાખવામાં આવે તો શિક્ષકો અને બાળકો સંક્રમિત થવાના કેસો વધશે તેવું લાગે છે.


શિક્ષિકા પ્રીતીબેન જગડે કહ્યું કે, અમે બાળકોને માસ્ક આપીએ તો પણ બાળકો તે પહેરી નથી શકતા તે હકીકત છે. બાળકો પર સતત નજર રાખવી પડે છે. અત્યારે તો હજુ વાંધો નથી પરંતુ સંક્રમણ વધે તે પૂર્વે કોઈ પગલા લેવાય તે જરૂરી છે. અન્ય એક શિક્ષક એમ.ડી.બલોચ:શિક્ષકે કહ્યું કે, અત્યારે જે રીતે કેસો વધી રહ્યા છે તે પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પાંખી જોવા મળે છે.


શિક્ષક એ.જે.કાસુન્દ્રાએ કહ્યું કે, નાના બાળકોને આપણે વેક્સીન આપી શકતા નથી. બાળકો ઘરે રહે તે જરૂરી છે. બાળકો માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું જોઈએ અને ઓફલાઈન શિક્ષણ બંધ કરવું જોઈએ.