સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં પણ કોરોનાના સક્રમણમાં વધારો નોંધાયો છે. ત્યારે હોળી ધુળેટી જાહેર સ્થળો પર ન ઉજવવા પાલિકા કમિશનરે અપીલ કરી છે. ઘરે જ સાદાઈથી તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી છે.
કોરોના સંક્રમણ ન વધે તે માટે એકબીજાને કલર ન લગાવવા મનપા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. કોરોનાને લઈ ચેક પોસ્ટ ટેસ્ટીગ વધારવામાં આવ્યું છે. સતત સ્કૂલ, કોલેજ અને કાપડ માર્કેટમાં સક્રમણ વધતા 20 કરતાં વધુ ટિમ 12 હજાર કરતા વધુ ટેસ્ટીગ કરી રહી છે. શનિ અને રવિમાં અઠવા ઝોનમાં મોલ અને હોટલો મોટા પ્રમાણમાં સ્વૈચ્છીક બંધ રાખવાના છે. 35 જેટલી હોટલે માત્ર પાર્સલ સુવિધા આપવાની જાહેરાત કરી છે.