વલસાડઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયતની એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. પારડી તાલુકા પંચાયતના ઉમરસાડી બેઠક 2 પર અપક્ષ ઉમેદવાર અને ભાજપના બળવાખોર બચુભાઇ પટેલ વિજેતા થયા છે.
તેમમે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. બચુભાઇ પટેલે ધારાસભ્ય કનુભાઇ દેસાઇ નક મૂળ વતનમાં જ ભાજપને હરાવ્યું છે. સવારે દસ વાગ્યા સુધી થયેલી મતગણતરીમાં ભાજપ 13 જિલ્લા પંચાયતમાં આગળ હતો જ્યારે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી. આ પ્રારંભિક પરિણામો છે તેથી તેમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત 81 નગરપાલિકામાંથી 32 નગરપાલિકામાં ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસે ખાતું નતી ખોલ્યું.
દક્ષિણ ગુજરાતની કઈ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના બળવાખોરે મેળવી જીત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2021 10:55 AM (IST)
પારડી તાલુકા પંચાયતના ઉમરસાડી બેઠક 2 પર અપક્ષ ઉમેદવાર અને ભાજપના બળવાખોર બચુભાઇ પટેલ વિજેતા થયા છે.
તસવીરઃ અપક્ષ વિજેતા ઉમેદવાર
- - - - - - - - - Advertisement - - - - - - - - -