ભારતીય જનતા પાર્ટી નવસારીમાં આંતરિક વિખવાદોને પગલે પાર્ટીના હોદ્દેદારો દોડતા થયા છે. નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બેમાં આંતરિક વિખવાદના કારણે ભાજપમાં હડકંપ છે. ભુપત દુધાત અને કાળુ ચાવડાએ ઉમેદવારી માટે કાર્યકરો સાથે મિટિંગ કરી આજે ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. ટિકિટ ન મળવાના કારણે નવસારી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખના રાજીનામા બાદ હવે બે પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Gujarat Elections : દક્ષિણ ગુજરાતની કઈ પાલિકામાં ભાજપમાં થઈ શકે છે બળવો? કોણે અપક્ષ ઉમેદવારીની કરી તૈયારી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2021 11:56 AM (IST)
નવસારી નગરપાલિકામાં બળવાના એંધાણ છે. નવસારી નગરપાલિકાના પાયાના કોર્પોરેટરો કાળુ ચાવડા અને ભૂપત દુધાત અપક્ષ ઉમેદવારી માટે સામે આવ્યા છે.
NEXT
PREV
નવસારીઃ આગામી 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી નગરપાલિકામાં બળવાના એંધાણ છે. નવસારી નગરપાલિકાના પાયાના કોર્પોરેટરો કાળુ ચાવડા અને ભૂપત દુધાત અપક્ષ ઉમેદવારી માટે સામે આવ્યા છે. ૫૦થી વધુ કાર્યકરોને લઈને પાર્ટી સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવા તૈયારીઓ શરૂ કરી છે.
ભારતીય જનતા પાર્ટી નવસારીમાં આંતરિક વિખવાદોને પગલે પાર્ટીના હોદ્દેદારો દોડતા થયા છે. નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બેમાં આંતરિક વિખવાદના કારણે ભાજપમાં હડકંપ છે. ભુપત દુધાત અને કાળુ ચાવડાએ ઉમેદવારી માટે કાર્યકરો સાથે મિટિંગ કરી આજે ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. ટિકિટ ન મળવાના કારણે નવસારી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખના રાજીનામા બાદ હવે બે પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ભારતીય જનતા પાર્ટી નવસારીમાં આંતરિક વિખવાદોને પગલે પાર્ટીના હોદ્દેદારો દોડતા થયા છે. નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બેમાં આંતરિક વિખવાદના કારણે ભાજપમાં હડકંપ છે. ભુપત દુધાત અને કાળુ ચાવડાએ ઉમેદવારી માટે કાર્યકરો સાથે મિટિંગ કરી આજે ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. ટિકિટ ન મળવાના કારણે નવસારી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખના રાજીનામા બાદ હવે બે પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -