સુરતઃ આગામી 21મી ફેબ્રુઆરીએ સુરત સહિત છ મનપા માટેની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 25માં પ્રચાર કરતા ઉમેદવારોની આબરુના ધજાગરા ઉડયા હતા. ભાજપના 4 ઉમેદવારોને મહિલાઓએ આડેહાથ લીધા હતા.
સરેઆમ ઉમેદવારોને મહિલાઓએ આડા હાથે લીધા હતા. તેમજ છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં નહીં થયેલા કામો અંગે રોષ ઠાલવ્યો હતો. મજબૂર બની ઉમેદવારોએ લેખિતમાં કામો કરવાનું લખી આપ્યું હતું. ઉધના વિસ્તાર નો વિડિઓ સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. આ વોર્ડના ઉમેદવાર કવિતા એનાગંદુલા, કાંતા પ્રકાશ વાંકોડીકર, ભૂષણ મુરલીધર પાટીલ અને વિક્રમ પાટીલને ચૂંટણી પ્રચારમાં કડવો અનુભવ થયો હતો.
Surat : ચૂંટણી પ્રચારમાં ગયેલા કયા વોર્ડના ભાજપના ઉમેદવારોને મહિલાઓએ લીધા આડેહાથ? શું ઠાલવ્યો રોષ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2021 09:53 AM (IST)
ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 25માં પ્રચાર કરતા ઉમેદવારોની આબરુના ધજાગરા ઉડયા હતા. ભાજપના 4 ઉમેદવારોને મહિલાઓએ આડેહાથ લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -