સુરતઃ વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં 2 ઇંચ, જ્યારે પારડીમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. વલસાડ જિલ્લાના ઉમેગામ ખાતે ઇસ્ટમાં રેલવે ફાટક પાસે પાણી ભરાયા હતા.  સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. 


વલસાડ જિલ્લાના તમામ તાલુકા માં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ શહેરમાં પણ વેહલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વેહલી સવારથી વીજળી ડૂલ થઈ હતી. જેને કારણે જી. ઈ.બીના કર્મચારીઓ વહેલી સવારથી કામે લાગ્યા હતા. વલસાડના ભાગડાવડા અને કોસંબાના જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. સવારથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા.  પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. ઘણા વાહનો બંધ થયા હતા. 


વલસાડ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં ઉમરગામ 49 એમએમ, કપરાડા 29 એમએમ, ધરમપુર 59 એમએમ, પારડી 78 એમએમ, વલસાડ 52 એમએમ, વાપી 66 એમ એમ વરસાદ નોંધાયો હતો. આ સાથે વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. સવારથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે મોગરાવાડીના ગરનાળામાં પાણી ભરાયા ગચાય પાણી ભરવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી  પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 


તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે.  જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ  છે.  જિલ્લા માં સવારે 6 વાગ્યા થી બોપરે 12 વાગ્યા સુધીમાં પડેલ વરસાદની વાત કરીએ તો વ્યારામાં 20 mm , સોનગઢમાં 21 mm, વાલોડમાં 16 mm, નિઝરણાં 3 mm વરસાદ વરસ્યો હતો. 


સુરતમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સુરતના અઠવા, પારલે પોઈન્ટ, પાલ અડાજણ,વેસુ vip રોડ, ઉધના સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.  નવસારી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.  નવસારી, જલાલપોર,ગણદેવી, વાંસદા,ખેરગામ, ચીખલી સહિત તમામ તાલુકામાં વરસાદ છે. નવસારી શહેરમાં આવેલા દુધિયા તળાવ, મનકોડિયા, સ્ટેશન, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ યથાવત છે.