સુરતઃ રવિવારે અમદાવાદ, સુરત સહિત છ મનપાની યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન સુરતમાંથી ચોંકાવારનારા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં સુરતમાં હજુ સુધી કોંગ્રેસ ખાતુ નથી ખોલાવી શકી. સુરતમાં સાત વોર્ડમાં ભાજપની પેનલ તો બે વોર્ડમાં આમ આદમી પાર્ટીની પેનલો વિજય છે.

કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. પાટીદારો અને પાસે કોંગ્રેસના હાર્દિકના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ આપ વિજયી થઈ રહ્યું છે.

સુરતમાં આ વખતે કુલ 47.17 ટકા મતદાન નોંધાયું છે. જે ગત વખતની ચૂંટણી કરતાં 9 ટકા જેટલું વધુ છે. 2015માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 39.63 ટકા મતદાન નોંધાયું હતું. સુરતમાં 30 વોર્ડમાં કોંગ્રેસે 117 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 2015માં સુરતમાં કોંગ્રેસના 36 કોર્પોરેટર વિજેતા બન્યા હતા.

સુરતમાં અત્યાર સુધીમાં ભાજપની 39 બેઠક અને આપની 9 બેઠક પર જીત થઈ છે. વોર્ડ નંબર 8માં પેનલ તૂટીછે. આ વોર્ડમાં 3  ભાજપ અને 1 આપના ઉમેદવાર ની જીત થઈ છે.