Gujarat Politics: સુરત જિલ્લા કોંગ્રેસમા આંતરિક વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે, પક્ષથી નારાજ ચાલતા હોદ્દેદારો એક બાદ એક ખુલીને બહાર આવી રહ્યા છે, બે દિવસ પહેલા સરદાર નગરી બારડોલીના કોંગ્રેસ સમિતિના સંગઠનના હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા બાદ આજે માંગરોળ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.


માંગરોળ તાલુકા કોંગ્રેસે સ્થાનિક નેતાગીરી પર ઉઠાવ્યા સવાલ


 સુરત જિલ્લાના વર્તમાન પ્રમુખ પોતાની મનમાની કરી રહ્યા હોવાનું ગંભીર આક્ષેપ કરી રહ્યા છે એક સમયે સુરત જિલ્લાના છેવાડે આવેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ નો ગઢ ગણાતો હતો પરંતુ કોંગ્રેસ પક્ષ આ વિસ્તારમાંથી નેસ્ત નાબૂદ થઇ ચુક્યો છે, વિધાનસભાની ચૂંટણીની વાત હોઈ કે પછી સ્થાનિક સ્વરાજ્યની, કોંગ્રેસનું પ્રદર્શન નાલેશીજનક રહ્યું છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માંડ એકાદ બે બેઠકો કોંગ્રેસ જીતી ચુક્યા છે, સુરત જિલ્લા પ્રમુખ દ્વારા હોદ્દેદારોની વરણીમા પણ પક્ષ પાટ કરવામાં આવ્યો છે. માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વસાવા અને મુસ્લિમ સમાજની બહુ વસ્તી હોવા છતાં તેમની બાદબાકી કરવામાં આવે છે, જેને લઇ માંગરોળ તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ મનહર પટેલ તેમજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યુનુષ પટેલને હોદ્દા પરથી હટાવા માંગ કરી છે, બારડોલી તાલુકા કોંગ્રેસ બાદ માંગરોળ તાલુકા કોંગ્રેસ પણ માંગ કરી રહ્યું છે.




સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલે શું કહ્યું


સુરત જિલ્લા પ્રમુખ મનહર પટેલે બારડોલી અને માંગરોળ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સખત શબ્દોમા વખોડી નાખ્યા છે, જે હોદ્દેદારો વિરોધ કરી રહ્યા છે તેઓનો વિરોધ પાયા વિહોણો છે કોંગ્રેસ પક્ષ ની જે હાલત છે તે હોદ્દેદારો ના કારણે છે કોઈ પણ કાર્યક્રમ હોઈ હોદ્દેદારોને વારંવાર ટેલિફોનિક તેમજ મેસગ દ્વારા જાણ કરવા છતાં કાર્યકમમા ગેરહાજર રહે છે પાર્ટી દ્વારા શોપવામાં આવતા કામની જવાબદારી પણ નિભાવતા નથી અને જેને લઇ કોંગ્રેસને મજબૂત બનાવા માટે જુના હોદ્દેદારોને હટાવી નવાની નિમણુંક કરવામાં આવી છે , જિલ્લા પ્રમુખ એ આશંકા પણ વ્યક્તિ કરી હતી કે તેમની વિરૃદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.




રાજ્યમાં વધેલા હાર્ટ એટેકના કેસ મુદ્દે પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- કોરોના વેક્સિનથી........