Gujarat Monsoon: ગુજરાતમાં હાલ મેઘરાજા વરસાદની સટાસટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં તો જાણે જળપ્રલય થયો હોય તેવી સ્થિતિ છે. આ દરમિયાન વલસાડના ધરમપુરમાં આભ ફાટ્યું હોય છ કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકતાં ચારેબાજુ પાણી જ પાણી છે.


ક્યાં કેટલો પડ્યો વરસાદ



  • જુનાગઢના ભેસાણમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ

  • વિસાવદર તાલુકામાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ

  • અમરેલીના ધારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ

  • નવસારીના ખેરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • વલસાડના પારડી તાલુકામાં ચાર ઈંચ વરસાદ

  • વાપી, જલાલપોર અને મહુવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • વલસાડ અને ચીખલી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

  • તાલાલા અને નવસારી શહેરમાં 3 ઈંચ વરસાદ




ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી


સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જુનાગઢ,જામનગર, રાજકોટ,સોમનાથ, અમરેલી, જિલ્લાઓમાં અન્યત્ર ત્રણથી પાંચ ઈંચ વરસાદથી સૌરાષ્ટ્ર જળતરબોળ થઈ ગયું હતું. ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.




જુનાગઢ જિલ્લાના આઠ ડેમ ઓવરફ્લો થતાં 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ બરોડાથી બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમને હાલ કેશોદ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં નોંધાયો છે. જુનાગઢ માંથી પસાર થતી સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ છે.  જૂનાગઢના ગિરનારમાં છેલ્લા 24 કલાકથી વરસાદને લઈને નદીઓ ગાંડીતુર થઈ છે.  ગરવા ગિરનારના પહાડોમાં સતત વરસાદને લઈને પાણીનો પ્રવાહ નદીઓમાં યથાવત છે. નદીઓમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે નીચાણ વાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ


વરસાદમાં સેલ્ફી લેતાં પહેલાં વાંચી લો આ સમાચાર, યુવતિનો પગ લપસ્યો ને પછી....


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial