સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. સુરતમાં વધતા સંક્રમણને લઈને ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોટું નિવેદન આપ્યું છે. જયંતિ રવિએ કહ્યું, સુરતમાં વધતા કોરોનાના સંક્રમણ પાછળનું કારણ મુંબઈથી આવતા જતા લોકોને ગણાવ્યા છે.


સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. સુરત શહેરમાં આજે કોરોનાના નવા 207 કેસ અને ગ્રામ્યમાં નવા 80 કેસ નોંધાયા છે. આ સાથે કુલ નવા કેસ 287 નોંધાયા છે. આજે વધુ 5 દર્દીઓના મોત થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 42808 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 10 લોકોનાં મોત થયા છે અને 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 29806 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.