સુરતઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. હવમાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ડાયમંડ નગરી સુરતમાં આજે કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. શહેરના અઠવાલાઈન્સ, ઉમરા, ઘોડદોડ રોડ, પાર્લે પોઈન્ટ, નાનપુરા, ચોક, અડાજણ, પાલ, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ખેતી અનુકૂળ વરસાદના પગલે ખેડૂતોને રાહત થઈ છે.

14 અને 15 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસી રહેલ વરસાદને કારણે મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. 70 ડેમ તો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છેતો 11 ડેમ એલર્ટ પર છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 94.32 ટકા, દક્ષિણ ઝોનમાં 46.20 ટકા, ઉત્તર ઝોનમાં 45.17 ટકા અને સૌથી ઓછો મધ્ય-પૂર્વ ઝોનમાં 43.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજકોટમાં કઈ જગ્યાએ આખી રાત પડ્યો ધોધમાર વરસાદ, જાણો વિગતે

Weather Updates: હવામાન વિભાગે આજે ગુજરાત સહિત કયા કયા રાજ્યોમાં કરી છે ભારે વરસાદની આગાહી, જાણો વિગતે