ઉપલેટાઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. હવમાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.


રાજકોટના ઉપલેટા જિલ્લામાં 3 થી 4 ઈંચ વરસાદ પડ્યો હતો. તાલુકાના ગઢાળા,ખાખીજાળીયા, મોજીરા, કેરાળા અને સેવંત્રા જેવા ગામોમાં આખી રાત ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે મોજનદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. ગઢડા ગામના કોઝવે રસ્તા પર પાણી ફરી વળતા ગામલોકો પરેશાન થયા હતા.

14 અને 15 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો શુક્રવારે સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસી રહેલ વરસાદને કારણે મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. 70 ડેમ તો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છેતો 11 ડેમ એલર્ટ પર છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 94.32 ટકા, દક્ષિણ ઝોનમાં 46.20 ટકા, ઉત્તર ઝોનમાં 45.17 ટકા અને સૌથી ઓછો મધ્ય-પૂર્વ ઝોનમાં 43.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Weather Updates: હવામાન વિભાગે આજે ગુજરાત સહિત કયા કયા રાજ્યોમાં કરી છે ભારે વરસાદની આગાહી, જાણો વિગતે

H-1B વીઝા ધારકો માટે ખુશખબર, અમેરિકાએ શરતો સાથે પાછા ફરવાની આપી મંજૂરી, જાણો વિગતે

સ્વતંત્રતા દિવસને લઈ આ રાજ્યએ લોકડાઉનમાં આપી છૂટ, જાણો વિગતે