IT Raid in Surat: વિધાનસભાની ચૂંટણી અગાઉ આઇટીએ જમીન દલાલ, સટ્ટા રમનારા અને બ્લેકમની જનરેટ કરવાના કામ સાથે સંકળાયેલાઓના 6 જગ્યાએ દરોડા પાડયા છે. જમીનદલાલ સહિત અનેક સાણસામાં આવ્યા હોવાના સમાચરા છે.
અલથાણ વિસ્તારના અનિલ સોલંકી, બળવંત અને જામુ સહિત અનેક ત્યાં આઇટી દ્વારા તપાસ કરાઈ છે. આઇટીને ખેડૂતો વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની માહિતી મળી હતી. જે બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે. આઈટીની તપાસમાં ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ શરૂ કરાઇ છે.
તપાસ દરમિયાન અલથાણના ખેડૂત અનિલ સોલંકીને ત્યાંથી જમીનોને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકા થવાની સંભાવના છે. ચૂંટણી દરમિયાન જ્યારે રૂપિયાની હેરફેર પર નજર રખાઇ રહી છે ત્યારે કેટલાંક ડેટા અને ટ્રાન્ઝેકશનની ચકાસણીમાં સોનગઢ અને સુરતમાં દરોડા પડાયા હતા.
સોનગઢમાં સટ્ટા સાથે સંકળાયેલાં અને બ્લેક મની જનરેટ કરતાં એક વ્યક્તિને સાણસામાં લેવાયો હતો. સુરતમાં જમીનોના સોદામાં 4થી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ જમીન દલાલો, ખેડુતો - બિલ્ડરો ટેન્શનમાં છે. મળતી માહિતી મુજબ દરોડાનું કાર્યક્ષેત્ર વધી શકે છે
કેટલા ટકા લોકો AAPના ઈસુદાન ગઢવીને ગુજરાતના CM બનાવવા માંગે છે ? સર્વેના પરિણામ છે ચોંકાવનારા
Gujarat Election 2022: આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને સૌથી રસપ્રદ બનાવવાનો દાવો કરી રહી છે. કેજરીવાલની પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં તેના મુખ્યમંત્રી ચહેરાની પણ જાહેરાત કરી છે. AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઇસ્પદાન ગઢવીને ગુજરાતમાં AAPના CM ચહેરા તરીકે જાહેર કર્યા છે.
ગુજરાતમાં ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ પહેલા વિવિધ ન્યૂઝ ચેનલોના સર્વેમાં જનતાના મૂડનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ટીવી-મેટરાઈઝના સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે તેઓ ગુજરાતમાં સીએમ તરીકે કોને પસંદ કરે છે. ચાલો જોઈએ કે તેમનો શું જવાબ હતો.
પ્રશ્ન - ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે
- ભૂપેન્દ્ર પટેલ - 32 ટકા
- શક્તિસિંહ ગોહિલ - 6 ટકા
- ભરતસિંહ સોલંકી - 4 ટકા
- ઇસુદાન ગઢવી - 7 ટકા
સર્વેના અંદાજો પરથી સ્પષ્ટ થાય છે કે ઇસુદાન ગઢવી માત્ર સાત ટકા લોકોની સીએમ પસંદગી છે. જોકે સાચુ પરિણામ 8મીએ પરિણામ આવશે ત્યારે ખબર પડશે.