સુરતઃ એસપીજીના વડા લાલજી પટેલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર અને હાર્દિક પર નિશાન સાધ્યું હતું. લાલજી પટેલે પાટીદાર આંદોલન સમયના કેસોને લઈ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળી રજૂઆત કરીશું અને જો સમાજના મુદ્દા નહીં ઉકેલાય તો વોટની તાકાત બતાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.


સાથે જ લાલજી પટેલે કોગ્રેસ છોડી ચૂકેલા હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે લોકો રાજકારણમાં જોડાયા પણ સમાજના પ્રશ્નો ઠેરના ઠેર છે.


તે સિવાય  લાલજી પટેલે આરોપ લગાવ્યો હતો કે વચન આપ્યા બાદ પણ સરકારે કેસ પાછા ખેંચ્યા નથી. પાટીદારો પરના કેસો પાછા ખેંચવામાં આવે અને જો રાજનીતિમાં સમર્થન કરી જો મુદ્દા ઉકેલાતા હોય તો બીજા પક્ષને સમર્થન આપવાની તૈયારી બતાવી હતી. સાથે જ લાલજી પટેલે દાવો કર્યો હતો કે મને પણ ઘણી બધી ઓફર આપવામાં આવી હતી પરંતુ હું કોઈ પણ પાર્ટીમાં જોડાઇશ નહીં.


લાલજી પટેલે કહ્યું કે અમે લોકોનો વિશ્વાસ ક્યારેય તૂટવા દઇશુ નહીં. એસપીજી બિન રાજકીય સંસ્થા છે અને રહેશે. વચન આપ્યા બાદ પણ સરકારે કેસ પાછા ખેંચ્યા નથી. અમારા પ્રશ્નોનો ઉકેલ લાવનાર પક્ષને સમર્થન આપીશું. રાજનીતિમાં સમર્થન કરી જો મુદ્દા ઉકેલાતા હોય તો બીજા પક્ષને સમર્થન આપવા તૈયાર છીએ.


 


Health tips: જિમ વિના જ વજન ઉતારવા માંગો છો તો આ આદતને આપના રૂટીનમાં કરો સામેલ


PM મોદીના અંગત સચિવ બન્યા વિવેક કુમાર, જાણો તેમના વિશે બધું જ


Waah Bhai Waah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડ્યા બાદ આ શોમાં જોવા મળશે Shailesh Lodha, વીડિયો આવ્યો સામે


પ્રેમલગ્નનો કરૂણ અંજામ : બહેનના દિયર સાથે લગ્ન કરી ફંસાઈ યુવતી, લગ્નના બીજા જ દિવસે પતિ ભાગી ગયો