સુરત: શહેરના વરાછા વિસ્તારમાં એક વેપારીને આવેલા ફોન બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વેપારીને મારી નાખવાની ઘમકી આપી ખંડણી માંગવામાં આવતા વેપારી આલમમાં ડરનો માહોલ છવાયો છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ ફોન કરનારની ઓળખ ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈના ગુર્ગા તરીકે થઈ છે. વોટસએપ કોલ કરી લોરેન્સ બીશ્નોઈ ગ્રુપના સુખા સોપુ હોવાની ઓળખ આપી ઘમકી આપવામાં આવી હતી. હાલ વોટ્સઅપ નંબરના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. લુખ્ખા તત્વેએ પાંચ લાખની ખંડણી માગી વેપારીને મારી નાખવાની ઘમકી આપી હતી. ધમકી બાદ ગભરાઈ ગયેલા વેપારીએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવા મામલે હાલમાં લોરેન્સ બીશ્નોઈ ચર્ચામાં આવ્યો છે.
ડોક્ટરો દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઈન
હાલના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા દિવસ અને દિવસે વધી રહ્યા છે. એક તરફ કોરોના તો બીજી તરફ વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન એ લોકો માટે ચિંતાજનક બાબત બની છે. ત્યારે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે નેશનલ પ્લમનોલોની અને ક્રિટિકલ કેર કોન્ફરન્સમાં અમદાવાદ સહિત દેશના સાત જેટલા નામાંકિત અને મોટા તબીબો દ્વારા કેટલીક મહત્વની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત
એક્સપર્ટ ડોક્ટરોની ટીમ દ્વારા ડોક્ટરની સાથે સાથે દર્દીઓ માટે પણ વાયરલ ઇન્ફેક્શનના કિસ્સામાં કયા પ્રકારે તકેદારી રાખવી જોઈએ તે માટેની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બાબતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતા દિલ્હી AIMS ના પૂર્વ ડાયરેક્ટર અને હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી. જેમાં તમને કહ્યું કે કોરોના બાદ જોવા મળી રહેલા વાયરલ ઇન્ફેક્શન એ નવી વાત નથી પહેલા પણ આ પ્રકારના ઇન્ફેક્શન આવતા રહ્યા છે. પરંતુ આ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે જેવી રીતે કોરોના દરમિયાન લોકોએ કોવિડ અનુરૂપ વ્યવહાર કર્યો હતો, એટ્લે કે માસ્ક સેનિટાઈઝર અને વારંવાર હાથ ધોવા એ બાબતોની ખાસ ધ્યાન રાખવું પડશે.
એક્સપર્ટની ટીમ દ્વારા તબીબોને પણ સલાહ આપવામાં આવી