સુરત: સુરતના ડુમ્મસ અને ઉમરામાં દારૂની મહેફીલનો પર્દાફાશ થયો છે. સુરતમાં દારુની મહેફીલ માણતી 13 મહિલા સહિત 67 લોકો ઝડપાયા છે. ડુમસ ખાતે આશીર્વાદ ફાર્સ હાઉસમાં મોડી રાતે પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે રેડ પાડતા 67 નબીરાઓ ઝડપાયા હતા. પોલીસે 75 બિયર બોટલ અને 3 વોડકા જપ્ત કર્યા હતા.
પોલીસે આ નબીરાઓની અટકાયત કર્યા બાદ 52 લોકોનું સિવિલમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે 15 જેટલા યુવકો ને ઉમરા પોલીસ મથક માં રાખવામાં આવ્યા છે. જેમને નવી સિવિલ ખાતે મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવશે.
લિપ ઇયરને નામે આ પાર્ટી યોજવામાં આવી હતી અને તેમાં મોટા ઘરના નબીરા હોવાનું બહાર આવ્યુ છે.