Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓનો પક્ષ પલટો શરૂ જ છે. સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. માલધારી સેલના ઉપપ્રમુખ પિયુષ દેસાઈની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે આમ આદમી પાર્ટીની વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ જ અમલી ન કરતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને નેતાઓની કથની અને કરણીમાં ફરક હોવાનું કહ્યું હતું. કાર્યકર્તા તન મન ધનથી સેવા કરતા હોવા છતાં પણ તેમની કદર પાર્ટીમાં ન થતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી પક્ષમાં જોડાયા હતા.




તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા હતા.  સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 30 ઓક્ટોબર 2022ના રોજ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં આમ આદમી પાર્ટીએ વરાછા વિધાનસભાથી ટિકિટ આપી હતી. સુરતના વરાછાથી કુમાર કાનાણી સામે કથીરિયા હાર્યા હતા. ત્યારબાદ 18 એપ્રિલ 2024ના રોજ કથીરિયાએ આપમાંથી રાજીનામું આપ્યું હતું. છોડ્યું હતું. તેમની સાથે ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું હતું.


અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ તેઓ નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે વકીલ છે. અલ્પેશ 2015થી ચર્ચામાં છે. અલ્પેશ કથીરિયાની હાર્દિક પટેલ સાથે 2015માં મુલાકાત થઈ હતી. ત્યારથી તેઓ પાટીદાર આંદોલનમાં જોડાયા હતા. અલ્પેશ કથીરિયા સામે એટ્રોસિટી અને રાજદ્રોહનો ગુનો નોંધાયેલો છે. તો અલ્પેશ કથીરિયા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા. જો કે તેમના પત્ની કાવ્યા પટેલ ભાજપના નેતા છે અને તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે.


ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા PAAS આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાયા ગયા હતા. ત્યારે આ બંને યુવા નેતાઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં પણ આવી રહી હતી. જોકે, ત્યારે તેમણે આપ છોડવાનો ઈનકાર કર્યો હતો. જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે. ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું કહેવાય છે.


આ પણ વાંચોઃ


મતદાનના દિવસે ગુજરાતમાં ભીષણ ગરમીની શક્યતા, પરેશ ગોસ્વામીની આગાહી