વલસાડઃ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિન ટ્રેનના D-12ના કોચમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેચા ચકચાર મચી ગઈ છે. ટ્રેનમાં સફાઈ કામદારે અજાણી યુવતીને ફાસો ખાધેલી હાલતમાં જોઈ હતી. જેણે સ્ટેશન માસ્તર અને GRPને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસ તપાસમાં ફોન ઉપર યુવતીની ઓળખ થઈ હતી. યુવતીનું નામ માનસી ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. 

Continues below advertisement


જી.આર.પી પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો પ્રમાણે, નવસારીની 18 વર્ષીય માનસી શીતપ્રશાદ ગુપ્તા વડોદરામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી. માનસી 5 દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. ગઈ કાલે માનસીએ માતાને સંસ્થાના કામથી મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. 


માનસીએ ઘરે એક દિવસ રોકાઇને પરત આવી જશે તેમ કહ્યું હતું. જોકે, બીજા દિવસે માનસીની આપઘાત કરેલી હાલતમાં ટ્રેનમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ટ્રેનના D-12 નંબરના કોચમાં સમાન મુકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ટ્રેન મોડી રાત્રે 12:30 વાગ્યે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી. આ પછી ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ માનસીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. 


Bhavnagar : લવ મેરજ કરનાર યુવતીની તેના જ પતિએ કરી નાંખી હત્યા, શું છે કારણ?
ભાવનગરઃ શહેરમાં પરણીત યુવતીની તેના જ પતિએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  ભાવનગરની સરિતા સોસાયટીમાં પરણિત યુવતીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ચાર્મીબેન પ્રવીણભાઈ નવડીયા નામની પરણિત યુવતીની તેના જ પતિએ હત્યા કરી છે. 


યુવતીએ અગાઉ વિશાલ ભુપતભાઇ વાઘેલા નામના શખ્સ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, દોઢ મહિનાથી યુવતી પતિના ત્રાસથી પોતાના માવતરના ઘરે રિસામણે આવેલી હતી. ત્યારે વિશાલ વાઘેલાએ તેના મિત્રના સાથે રહીને પત્નીની હત્યા કરી નાંખી હતી.