સુરતઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે. બીજી લહેરમાં ગામડાઓમાં ખૂબ જ મોટી અસર થઈ છે. જોકે, બારડોલી તાલુકાના ખલી ગામ આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ખલી ગામની વસતિ માત્ર 350 લોકોની છે. આ નાનકડા ગામમમાં કોઈ કોરોના પોઝિટિવ દર્દી આવ્યો નથી.


ખલી ગામ બારડોલીને અડીને આવેલું છે. આ ગામ ઈસરોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે. ગામમાં માત્ર 2 ફળિયા છે. ગામની વસતિ 350 જેટલી છે. ગ્રામજનો ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગામમાં તમામ લોકો માસ્ક પહેરે છે. ગામમાં બહારથી લોકો આવતા નથી અને ગામના લોકો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળી રહ્યાં છે.


આ ગામના લોકો આજુબાજુ આવેલ જમીનમાં ખેત મજૂરીએ જાય છે. કોરોનાને 15 મહિના થવા આવ્યા છે. ત્યારે તાલુકાના અનેક ગામોમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. કેટલાય લોકો પોઝિટિવ થઈ ગયા અને કેટલાય કોરોનાને કારણે જીવ ખોયા છે. ત્યારે ખલી ગામમાં હજુ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 


ગામની એક પણ વ્યક્તિને કોરોના થયો નથી કે ગામમાં કોઈનું પણ કોરોનાને કારણે મોત થયું નથી. ઉપરાંત કોઇને સારવાર લેવાની જરૂર પડી નથી. ગ્રામજનો મોટા ભાગે ખેતમજૂરી કામ કરે છે. જ્યારે બહાર અવર જવર ઓછી કરે છે અને ગાઈડલાઈનનું પાલન કરે છે, તેમ ગામના આગેવાને જણાવ્યું હતું. 


રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15269 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 પર પહોચ્યો છે. 


 


રાજ્યમાં અત્યાર સુધી 593,666 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે. જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર અને 1,22,051  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 81.85 ટકા છે.  


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2878 , સુરત કોર્પોરેશન-776, વડોદરા કોર્પોરેશન 650, વડોદરા-461, મહેસાણામાં 399, રાજકોટ કોર્પોરેશન 359, રાજકોટ-332, જુનાગઢ કોર્પોરેશનમાં 323, અમરેલી-298, જામનગર કોર્પોરેશમાં 298, બનાસકાંઠા-259, જુનાગઢ-249, સુરત-227, પંચમહાલ-223, ભાવનગર કોર્પોરેશન-202, કચ્છ-185, આણંદ-177, જામનગરમાં-176, ભરુચ-173, ગીર સોમનાથ-171, ખેડા-162, પાટણ-147, દેવભૂમિ દ્વારકા-131,ભાવનગર-128,ગાંધીનગર-128, સાબરકાંઠા-123, દાહોદ-121, મહીસાગર-113, વલસાડ-107, નવસારી-106,  ગાંધીનગર કોર્પોરેશન-104, સુરેન્દ્રનગર-87, અરવલ્લી-83, નર્મદા-70, અમદાવાદ-64, તાપી-64, છોટા ઉદેપુર-57, મોરબી-52, પોરબંદર-49, બોટાદ-20, અને ડાંગમાં 10  કેસ સાથે કુલ 10742 નવા કેસ નોંધાયા છે. 


 


ક્યાં કેટલા મોત થયા ? 


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15 , સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 6, વડોદરા-4, મહેસાણામાં 4, રાજકોટ કોર્પોરેશન 4, રાજકોટ-5, જુનાગઢ કોર્પોરેશનમાં 4, અમરેલી-3 , જામનગર કોર્પોરેશમાં 5, જુનાગઢ-7, સુરત-6, પંચમહાલ-3, ભાવનગર કોર્પોરેશન-4, કચ્છ-3, આણંદ-1, જામનગરમાં-4, ભરુચ-3, ગીર સોમનાથ-1, ખેડા-1, પાટણ-2, દેવભૂમિ દ્વારકા-1,ભાવનગર-1,ગાંધીનગર-2, સાબરકાંઠા-2, દાહોદ-1, મહીસાગર-2,  નવસારી-1,  ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-2, અમદાવાદ-1, તાપી-1, છોટા ઉદેપુરમાં 1 દર્દીના મોત સાથે કુલ 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.