સુરત:સુરતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. નર્સે આર્મી જવાન અને તેના ભાઇ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.


સુરતમાં નર્સ સાથે આર્મી જવાન અને તેના ભાઇએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. નર્સની ફરિયાદ મુજબ લગ્નની લાલચ આપી આર્મી જવાને શારિરીક શોષણ કર્યું હતું. આટલું જ નહિ આર્મી જવાને તેમના ફોટો વાયરલ કરીને બ્લેક મેઇલ કરવાની પણ ધમકી આપી હતી. નર્સની ફરિયાદ બાદ પોલીસે આર્મીમેનના ભાઈ વિપુલ રાઠવાની  ધરપકડ કરી છે. આરોપી આર્મીનો જવાન છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી છે.


તો બીજી તરફ સુરતમાં  શહેરમાંથી વધુ એક ચોંકાવનારી પ્રેમ પ્રકરણની ઘટના સામે આવી છે. અહીં એક પાડોશીએ એક યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો છે. પ્રેમીએ પોતાની પ્રેમિકા પોતાની સાથે વાત નથી કરતી એમ કહીને આ વીડિયો વાયરલ કરી દીધો, જોકે, બાદમાં યુવતીના પરિવારજનોએ યુવક સામે પોલીસ ફરિયાદ કરી હતી.        


મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરામાં એક પાગલ પ્રેમીએ અજુગતુ પગલુ ભર્યુ છે, આ યુવકે પાડોશી યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો છે. ખરેખરમાં વાત એમ છે કે, પાંડેસરમાં રહેતા યુવક જેનુ નામ શિવકુમાર છે, તેને પોતાના પાડોશમાં રહેતી યુવતીને ફસાવી હતી, તેને પહેલા આ યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી દીધો હતો, અને બાદમાં તે યુવતીને વારંવાર બ્લેકમેઇલ કરતો રહેતો હતો, તે કહેતો કે તુ મારી સાથે વાત નહીં કરે તો હું આત્મહત્યા કરીને તને ફંસાવી દઇશ. આ વાતને લઇને વિવાદ થતાં આરોપી યુવક શિવકુમારે યુવતીના પરિવારજનોની માફી માગી હતી, જોકે, તેમ છતાં બાદમાં શિવકુમારે યુવતીનો અશ્લીલ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. હાલમાં આ એકતરફી પ્રેમમાં પાગલ યુવક વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.