સુરત: સામાન્ય રીતે આપણે સ્કુલોમાં એડમિશનની લાઈન જોઈ હશે પરંતુ આ લાઈનો ફક્ત ખાનગી શાળાઓમાં દેખાઈ હશે પરંતુ સુરતની એક સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓ લાઈનમાં ઉભા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત વર્ષમાં આ શાળામાં 800 જેટલું વેઈટિંગ હતું જે આ વર્ષે 1500 વેઈટીંગ છે. શા માટે વાલીઓ આ શાળામાં એડમિશન લેવા પડાપડી કરે છે તેની નજર કરીએ....
તમને જે ભીડ ભીડ જોવા મળી રહી છે તે લાઈનો એડમિશન માટેની છે. તમે વિચારશો કે આમાં શું નવાઈની વાત છે. ખાનગી શાળામાં તો એડમિશન માટે લાઈન લાગે જ છે. પરંતુ આ લાઈનોમાં વિચારવા જેવી બાબતની તમને જાણકારી આપીએ તો આ લાઈન જે લાગેલી છે તે કોઈ ખાનગી શાળાની નહીં પરંતુ સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ મહાનગર પાલિકાદ્વારા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334 જે સરકારી શાળાની છે.
આ શાળામાં બાળકોને શિક્ષણ આપવની વાત કરવામાં આવે તો હાઈટેક શિક્ષણ છે. રમવા માટે સરસ મેદાન છે. બાળકોને સર્વાંગી વિકાસ કરવા માટે ક્વોલીફાઈડ સ્ટાફની સુવિધા છે. આ ઉપરાંત અહીં બાળકોને રમવા માટે જૂની પરંપરાગત રમતો પણ છે. જેવી કે ભમરડા, લખોટી, લંગડી, ખોખો જેવી રમતો રમાડવામાં આવે છે. આજના મોબાઈલ અને કમ્પ્યુટરના યુગમાં બાળકો શારીરિક રમતો નથી. જેને લઈને આ રમતો શીખવાડવામાં આવે છે. તેથી જ શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓ તલપાપડ થઇ રહ્યા છે.
શાળામાં બાળકો માટે સારી સુવિધા ઉપલબ્ધ છે. અને બાળકો શિક્ષકને સાહેબ કે મેડમ નથી કહેતા તેઓ શિક્ષકને ગુરૂજી અને દીદી કહીને બોલાવે છે. આ ઉપરાંત શાળાના આચાર્ય સાથે વાત કરવામાં આવી તો તેમણે અનેક વાતો તો જણાવી પણ મહત્વની વાત એ છે કે મહિનામાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે છે કે મહિના દરમિયાન કોઇની પણ વર્ષગાંઠ હોય તો તે દિવસે તમામ વિદ્યાર્થીઓના માતાપિતાને બોલાવી એક હવન કરવામાં આવે છે.
માતૃપિતૃ પૂજન, દાદા દાદી પૂજન જેવા વિવિધ કાર્યક્રમો થકીથી બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આ થકીથી બાળકોમાં સારા સંસ્કાર આવે છે. હવે સુરત મહાનગરપાલિકા પણ આ પ્રકારનો કોન્સેપ્ટ અન્ય શાળાઓમાં પણ દાખલ કરવા જઇ રહી છે.
ગુજરાતની આ સરકારી સ્કૂલમાં વાલીઓએ કરી પડાપડી? જાણો કેમ
abpasmita.in
Updated at:
17 Jan 2020 09:48 AM (IST)
સુરતની એક સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓ લાઈનમાં ઉભા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત વર્ષમાં આ શાળામાં 800 જેટલું વેઈટિંગ હતું જે આ વર્ષે વધી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -