PM Modi Birthday Celebration: સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિશેષ રીતે ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સુરતના વેપારીઓ અને ઓટો રિક્ષા માલિકો ખાસ ડિસ્કાઉન્ટ આપવા જઈ રહ્યા છે. સુરતની રેસ્ટોરન્ટ, હોટલ, કપડાની દુકાન, મીઠાઈની દુકાનો સાથે સંકળાયેલા 2500 વેપારીઓ તેમના સામાન પર 10 થી 100 ટકા ડિસ્કાઉન્ટ આપશે જ્યારે આજે (16 સપ્ટેમ્બર) તમે મફતમાં રિક્ષાની મુસાફરી કરી શકશો.






બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, “દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર અમારા વિધાનસભા ક્ષેત્રમાં કોઈને કોઈ સેવા કાર્ય કરવામાં આવે છે. એ દિવસને અમે સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ. લોકો જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા છે, કોઈ હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, કોઈ રેસ્ટોરન્ટ ચલાવે છે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ ક્લિનિક ચલાવે છે, કોઈ શાકમાર્કેટમાં શાકભાજી વેચે છે. ડેરી અને બેકરી સાથે સંકળાયેલા લોકો છે. કપડાની દુકાનો ચલાવે છે. વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા 2500 વેપારીઓ તેમની દુકાનોમાં 10 ટકાથી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે અને આ ચાર દિવસ સુધી ચાલશે.






તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "સુરત મહાનગરમાં સૌથી મોટો તહેવાર 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે, તેથી તે દિવસે દુકાન પણ બંધ રહે છે. તેથી ત્યાં ત્રણ દિવસની રજા છે - શનિવાર, રવિવાર અને સોમવાર. વેપારી જાતે જ નિર્ણય લેશે કે તે કેટલું ડિસ્કાઉન્ટ આપશે. અમારું કામ માત્ર મધ્યસ્થી તરીકે કામ કરવાનું છે જેથી ગરીબ લોકોને લાભ મળી શકે. કોઈ જબરદસ્તી નથી. લોકો સ્વેચ્છાએ જોડાયા છે.






આ દરમિયાન ઓટો યુનિયનના પ્રમુખ રાજીવ ભંડારીએ જણાવ્યું હતું કે, દર વર્ષે વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર ઉદ્યોગપતિઓ ડિસ્કાઉન્ટ આપે છે, તેથી અમારી તરફથી પણ કંઈક કરવું જોઈએ. અમે 100 ટકા ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છીએ. પેસેન્જરને ફ્રીમાં લઈ જઇશુંય એક રૂપિયો પણ લઇશું નહીં. સુરત શહેરમાં 16 સપ્ટેમ્બરે 100 ટકા છૂટછાટ આપવામાં આવશે.