Surat News: સુરતના અમરોલી વિસ્તારમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મોનીરાખાતુન અને મોહિમા મુલ્લા હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી. બ્યૂટીપાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં દેહ વ્યાપારમાં ધકેલી દીધી હતી. અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વીડિયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ દૂષ્કર્મ ગુજાર્યું હતું. નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં પંદર હવસખોરોએ સગીરાને પીંખી હતી. હાલ તો આ કેસમાં અમરોલી પોલીસે છની ધરપકડ કરી છે.
સુરતમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી
gujarati.abplive.com
Updated at:
19 Mar 2024 11:12 AM (IST)
નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં પંદર હવસખોરોએ સગીરાને પીંખી હતી.
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)