સુરત : સુરતના વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ સ્પામાંથી પોલીસે 6 લલના તથા ગ્રાહકો મળી કુલ 8 લોકોની અટકાયત કરી હતી. પોલીસે દરોડા પાડ્યા ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.



સુરતના વરાછા પોલીસને બાતમી મળી હતી કે, મારૂતિ ચોક પાસે આવેલા સ્પાની આડમાં કુટણખાનાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે સ્પામા દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડ્યા ત્યારે ગ્રાહકોને લલનાઓ ટ્રીટમેન્ટ આપી રહી હતી આ દરમિયાન જ પોલીસ દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન પોલીસે 6 જેટલી લલનાઓ તથા સંચાલક, ગ્રાહક મળી કુલ 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી.



પોલીસ તપાસમાં એક મહત્વની વાત બહાર આવી હતી કે, 6 લલના પૈકી ત્રણ જેટલી યુવતીઓ બાંગ્લાદેશની હતી. તેઓ રૂપિયા કમાવવાની લાલચ આપી અહીં લાવવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ વરાછા પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.