સુરતઃ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે અનેક લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાન દિલીપ ભક્તનું કોરોનાની બીમારીને કારણે અવસાન થયું છે. ગાંધીવાદી વિચારધારા ધરાવતા દિલીપભાઈ ભક્તનું સહકારી ક્ષેત્રે મોટું નામ હતું. હરહંમેશ ખેડૂતોના પ્રશ્નો માટે લડતા હતા. દિલીપભાઈ ભક્તનું અવસાન થતા સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં શોક માહોલ છે.
કોરોનાને લઈને સુરત જિલ્લાના બારડોલીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બારડોલીના સહકારી આગેવાન જગુભાઈ કલ્યાણજીભાઈ પટેલનું નિધન થયું છે. તેમના નિધનથી લોકોમાં દુઃખની લાગણી ફરી વળી છે. જગુભાઈ ઘણા દિવસોથી ચલથાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જગુભાઈ બારડોલી નાગરિક સહકારી બેન્ક , સરદાર હોસ્પિટલ સહિત અનેક સહકારી સંસ્થાઓમાં ડિરેક્ટર હતા.
દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવતા કયા આગેવાનનું કોરોનાથી થયું મોત? કોણ છે આ આગેવાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2020 11:04 AM (IST)
દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાન દિલીપ ભક્તનું કોરોનાની બીમારીને કારણે અવસાન થયું છે. ગાંધીવાદી વિચારધારા ધરાવતા દિલીપભાઈ ભક્તનું સહકારી ક્ષેત્રે મોટું નામ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -