Sports Carnival : સુરત ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલની રંગારંગ ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 12 અને 13 સપ્ટેમ્બરે સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં 36 રમતોનું આયોજન. 36મી નેશનલ ગેમ્સની તૈયારીના ભાગરૂપે કરાયું આયોજન. સરકારે નિયુક્ત કરેલા અધિકારી એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક.


36 પ્રકારની રમતોમાં ગામઠી રમતોનો પણ શમાવેશ કરવામાં આવ્યો. ગિલ્લી દંડા, ખોખો, કબડ્ડી, સંતાકૂકડી નું આયોજન કરાયું. સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વેસુના કેનાલ કોરિડોર પર કાર્નિવલનું આયોજન. જેમાં સાયકલ, સ્કેટિંગ, ઝૂમબા જેવી એક્ટિવિટી કરાશે. સ્પોર્ટ્સ કાર્નિવલ દરમ્યાન સુરત શહેરનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. 


Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?
અમદાવાદઃ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની ચર્ચા અંગે abp અસ્મિતા પાસે એક્સકલુઝિવ માહિતી છે. પ્રિયંકા ગાંધી UPની તર્જ પર ગુજરાતમાં સક્રિય થઈ શકે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવા એકમત થયા છે. 11મી સપ્ટેમ્બર પહેલા ચૂંટણી લડવા ઇચ્છુક લોકોની દાવેદારી મંગાવવાનું નક્કી કરાયું.


સીટિંગ MLAએ દાવેદારી કરવાની જરૂર ન હોવાનું સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાએ કહ્યું. ઉમેદવારો ગુજરાત કોંગ્રેસ જ નક્કી કરે તેવો રમેશ ચેન્નીથલાએ આગ્રહ કર્યો. ઉમેદવાર નક્કી કરવા માટે અમારો કોઈ એજન્ડા નથી તેવું રઘુ શર્મા અને રમેશ ચેન્નીથલાનું સંયુક્ત નિવેદન. ઉમેદવાર નક્કી કરવાની સ્ક્રીનીંગ કમિટીની તમામ બેઠક ગુજરાતમાં જ મળશે.


અગાઉ સ્ક્રીનીંગ કમિટીની બેઠક દિલ્હીમાં જ મળતી હતી. મહિલાઓ અને યુવાઓને વધુમાવધું ચૂંટણી મેદાનમાં ઉતરવા અંગે નિર્ણય લેવાયો છે. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી માટે 21 તારીખ આસપાસ ફરી બેઠક મળશે. સોમવારે સ્ક્રીનીંગ અને પ્રદેશ ઇલેક્શન કમિટી સંયુક્ત મિટિંગ મળી હતી.