સુરતઃ સુરતમાં ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર શહેરના છાપરાભાથા આદર્શ નગર સોસાયટીમાં ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર લોકડાઉનમાં પરિવારને મદદ કરવા માટે હીરા ઘસવા બેસી ગયેલા 17 વર્ષીય વિવેક નરેશ કાકડીયાને આગળ અભ્યાસની અને કોલેજમાં જવાની ઈચ્છા હતી. લોક ડાઉનમાં અભ્યાસ છૂટતા તે ઘણા સમયથી ટેન્શનમાં રહેતો હતો. એકના એક પુત્રે આત્મહત્યા કરતા પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. અમરોલી પોલીસે વિવેક આત્મહત્યા કેસમાં તપાસ હાથ ધરી છે.  જો કે હાલમાં આત્મહત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.


અન્ય એક ઘટનામાં સાબરકાંઠાના હિંમતનગરમાં એક નવ વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર, હિંમતનગરના પાચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં નવ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી.  ભાડાના ઘરમાં રહેતા પરિવારની બાળકીએ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આતમહત્યા કરી હતી.  બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાસો ખાધો હતો. બી-ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આત્મહત્યા કે હત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.


ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ


India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?


ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ


બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા


અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત