સુરતઃ સુરતના સરથાણા વિસ્તારમાં આડા સબંધમાં યુવકની હત્યા કરવામાં આવી છે. સરથાણામાં નેપાળી યુવકે પત્નીના પ્રેમીની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. લસકાણા ખાતે બંને મજૂરી કામ કરતા હતા. પત્ની સાથે કઢંગી હાલતમાં પ્રેમી સાથે જોતા ઉશ્કેરાય હત્યા કરી. સરથાણા પોલીસે આરોપી યુવકની અટકાયત કરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, 20 વર્ષીય મૃતક યુવકને હત્યારાની પત્ની સાથે આડાસંબંધ હતા. તેઓ લસકાણા રામેદેવ ઇન્સ્ટ્રીઝની નવી બિલ્ડિંગના ચોથા માળે રંગરેલિયા મનાવી રહ્યા હતા. આ જ સમયે યુવતીનો પતિ આવી ગયો હતો અને બંનેને કઢંગી હાલતમાં જોતા જ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે પ્રેમી મોહમ્મદ અફીરીદીને મોઢાના ભાગે અને માથાના ભાગે મુઢ માર માર્યો હતો. આ ઉપરાંત મોઢા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારતાં યુવકનું મોત થયું હતું. 


Vadodara : જાણીતા બિલ્ડરે યુવતીને અલગ અલગ લઈ જઈ માણ્યું શરીરસુખ, યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી....


વડોદરાઃ જાણીતા બિલ્ડર અને કાન્હા ગ્રુપ સાથે સંકળાયેલ નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.  નવલ ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ જે. પી. રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. નવલ ઠક્કર પરિણીત અને એક સંતાનનો પિતા છે. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન પોતાનાથી અડધી  ઉંમરની યુવતીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. 


અગાઉ પણ નવલ ઠક્કરને યુવતીના પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવા છતાં સંપર્ક ચાલુ રાખતા આખરે યુવતીના પિતાએ નવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. દુષ્કર્મનો કેસ નોંધાતા નવલ ઠક્કર ભૂગર્ભ માં ઉતરી ગયો છે. દુષ્કર્મ કેસના આરોપી નવલ ઠક્કરને ઝડપી પાડવા પોલીસ ની જુદી જુદી ટીમો બનાવાઈ.


આ અંગેની વધુ વિગતો એવી છે કે, બિલ્ડરે 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પોતાના ઘરે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બિલ્ડરે યુવતીના ન્યૂડ ફોટા પાડી લીધા હતા અને પિતા વિરુદ્ધ લેટર પણ લખાવી લીધી હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, બિલ્ડર છેલ્લા એક વર્ષથી ફરિયાદીના ઘરે આવતો હતો. દરમિયાન તેણે યુવતી પર નજર બગાડી હતી. પિતાને છ મહિના પહેલા આશંકા જતાં તેમણે બિલ્ડરને પોતાના ઘરે આવવાની ના પાડી દીધી હતી. તેમજ દીકરી સાથે સંપર્ક ન રાખવા પણ કહી દીધું હતું. 


જોકે, બિલ્ડર યુવતી સાથે મોબાઇલ પર વાત કરતો હતો. તેમજ યુવતી ટ્યુશન ક્લાસ જાય તો ત્યાંથી કારમાં બહાર લઈ જતો હતો. આ અંગે પિતાને 15 દિવસ પહેલા જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા. તેમણે સમાજના લોકોને સાથે રાખી બિલ્ડરના ઘરે જઈ દીકરી સાથે સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. આ સમયે બિલ્ડરે ફરિયાદીની દીકરી સાથે ખરાબ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું તેમજ હવે પછી તેની સાથે વાત નહીં કરે તેમ કહ્યું હતું. 


દરમિયાન બે દિવસ પહેલા યુવતીના પિતાને દીકરીનો મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે પૂછતાં બિલ્ડરે મોબાઇલ લઈ આપ્યો હોવાનું જણાવ્યું હતું. મોબાઇલ તપાસતા દીકરીના અશ્લીલ ફોટો હતા. જે જોઈ પિતા ચોંકી ગયા હતા. આ સિવાય દીકરીએ પિતા વિરુદ્ધ એક લેટર લખ્યો હતો, જેનો ફોટો પણ પિતાને મળી આવ્યો હતો. જેથી પિતાએ આ અંગે પૂછપરછ કરતાં બિલ્ડર છેલ્લા છ મહિનાથી લગ્નની લાલચ આપી તેના મકાને લઈ જઈ પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. તેણે પોતાની સેફ્ટી માટે લેટર પણ લખાવ્યા હોવાનું પિતાને જણાવ્યું હતું.