સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં સુરતના બે ભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા છે. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછલ કાર અથડાઈ હતી. આ કારમાં સવાર ત્રમ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને મહામેહનતે બરા કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આખી કાર પડીકું વળી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે કટરની મદદથી પતરું કાપીને મૃતદેહને બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી અને છેલ્લા 15 વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ દિનેશની કારને ક્વાસ પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત થયું છે. જ્યારે ધોરણ 10માં અભ્સાસ કરતાં ગૌતમ ગુણીયલ નામના બાળખનું પણ મોત થયાના સમાચાર છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત કેટલો ગંભીર હશે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવે કે તમામ મૃતદેહોને કારમાંથી કાઢવા માટે ફાયર વિભાગને ટીમને કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. કટરનો ઉપયોગ કરીને પતરું કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, મૃતક દેશની સુરતમાં જ ફોટો સ્ટુડિયોની દુકાન હતી. તે પોતાની કાર લઈને પત્ની તથા ભાઈ સાથે મિત્રને મૂકવા માટે કવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ રસ્તામાં ટ્રક સાથે ધડાકા ભરે કાર ટકરાઈ હતી અને અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
કોરોનાને ધ્યાનમાં રાખીને અંબાજી ભાદરવી પૂનમનો મેળો કરાયો રદ, કઈ તારીખ સુધી મંદિર રહેશે બંધ?