સુરતઃ સુરતમાં એક પરિણીતાએ તેના પ્રેમી પર જ એસિડ ફેંક્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, એક પરિણીતાને એક યુવક સાથે શરીર સંબંધ બંધાયા હતા. પતિ સામે નિર્દોષ સાબિત થવા માટે યુવતીએ તેના જ પ્રેમી પર એસિડ અટેક કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી દંપત્તિની ધરપકડ કરી હતી.
મળતી જાણકારી અનુસાર સુરતના ઘોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિની સામે પ્રેમી પર એસિડ એટેક કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી દંપત્તિની ધરપકડ કરી હતી. દંપત્તિ ઘોડાદરા વિસ્તારના મહારાણા ચોક પાસે કપડાની દુકાન ધરાવે છે.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કહ્યું હતું કે તેમની દુકાને એક યુવક અવાર નવાર કપડા લેવા આવતો હતો. જેથી યુવકને પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંન્ને વચ્ચે અનેકવાર શરીર સંબંધ પણ બંધાયા હતા. આ વાતની જાણ યુવતીના પતિને થઇ જતા બંન્ને વચ્ચે અનેકવાર ઝઘડાઓ થતા હતા.
જેથી કંટાળીને યુવતીનો પતિ દુકાને એસિડ લઇને આવ્યો હતો અને યુવતીને કહેવા લાગ્યો કે જો તારે તે યુવક સાથે શરીર સંબંધ નથી તો યુવક પર એસિડ ફેંકીને સાબિત કર કે તું નિર્દોષ છે. જેથી યુવક તેમની દુકાને આવતા તેની પ્રેમિકાએ યુવક પર એસિડ ફેંક્યું હતું જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. દરમિયાન ઝપાઝપીમાં યુવતીના પતિના હાથ પર પણ એસિડ પડતા તેને પણ ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે આરોપી દંપત્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બાડમેર પોલીસના એક એએસઆઈ પર દુષ્કર્મનો આરોપ
ડીએસપી હીરાલાલ સૈની કાંડ બાદ રાજસ્થાન પોલીસની છબી વધુ એક વખત ખરડાઈ છે. સોશિયલ મીડિયા પર હાલ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મહિલા બાડમેર પોલીસના એક એએસઆઈ પર દુષ્કર્મનો આરોપ લગાવી રહી છે. મામલો સામે આવ્યા બાદ એસપી આનંદ શર્માએ તપાસના આદેશ આપ્યા છે.
Gujarat New Cabinet: આવતી કાલે બપોરે 1.30 વાગ્યે નવા મંત્રીઓની યોજાશે શપથવિધિ
Modi Cabinet Decisions: મોદી સરકારનો મોટો ફેંસલો, પ્રીપેડ-પોસ્ટપેડ ટ્રાન્સફરમાં KYCની નહીં રહે ઝંઝટ