સુરતઃ ડાયમંડ સિટી સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ ગર્ભવતી હોવાથી પિયર ગઈ હતી. આ દરમિયાન પતિની કામવાસના જાગતાં તેની પાંચ વર્ષની બાળકી પર નજર બગડી હતી. તેણે બાળકીને કેળાનું લાલચ આપી ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.
શું છે મામલો
સુરતના પાંડેસરમાં રહેતો દિનેશ મદારીલાલ પ્રજાપતિ (ઉ.વ.37) ચાર સંતાનોનો પિતા છે. તેની પત્ની હાલ ગર્ભવતી હોવાથી પિયર રહે છે. આરોપી એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે. બે દિવસ પહેલા તે નોકરી પરથી પરત ફર્યો ત્યારે બાળકી નીચે રમતી હતી. જે બાદ તેનામાં વાસનાનો કીડો સળવળ્યો હતો અને બાળકીને કેળાની લાલચ આપી રૂમમાં બોલાવી હતી. જે બાદ તેના પર દુષ્કર્મ કર્યુ હતું.
પડોશીની હરકતથી ડઘાઈ ગયેલી બાળકી કંઈ બોલતી નહોતી. તે જ્યારે કપડાં બદલતી હતી ત્યારે માતાને શંકા ગઈ હતી. જે બાદ માતાએ દીકરીને પૂછતાં તૂટક તૂટક શબ્દોમાં વાત કરતાં ભાંડો ફૂટ્યો હતો. બાળકીની માતાએ તેને પૂછતાં તેણે કંઈ નહીં કર્યુ હોવાનું રટણ ચાલું રાખ્યું હતું. બાળકીની હાલત જોઈ આજુબાજુના પડોશીએ ભેગા થઈ તેને પોલીસને સોંપી દીધો હતો.
આ પણ વાંચોઃ
CNG Price Hike: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયો મોંધો, જાણો એક ઝટકામાં આજે કેટલો વધ્યો ભાવ
Coronavirus Cases Today: ભારતમાં 715 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ, જાણો આજનો આંકડો
Agriculture Drone: કૃષિ ડ્રોન બનશે ખેડૂતોની સમૃદ્ધિનો આધાર, જાણો શું છે ફાયદા
Electric Car: ગામડામાં રહેતા લોકોએ હાલ ઈલેક્ટ્રિક કાર ખરીદવી જોઈએ ? જાણો શું આવી શકે છે પરેશાની