સુરતઃ શહેરના કોફી શોપમાં બેભાન મળેલી કોલેજીયન વિદ્યાર્થિનીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાંખ્યાનો આક્ષેપ લગાવ્યો છે. બેભાન વિદ્યાર્થીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયાં હતાં, જ્યાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાઈ હતી. કોફી શોપમાં બે કલાક બાદ તપાસ કરતાં બન્ને કોલેજીયન બેભાન મળ્યાં હતાં. બીએડની વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારે આરોપ મુકતા પોલીસે તપાસ આદરી છે.
વડોદરાઃ વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાતનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓએસીસ સંસ્થા પર પોલીસે સકંજો કસ્યો છે. રેલવે પોલીસે ઓએસીસ સંસ્થાના જૂના રેકોર્ડ તપાસવા ખાસ ટીમની રચના કરી છે. સંસ્થામાંથી કોર્સ કરીને ગયેલા યુવકોની તપાસ પણ શરૂ કરાઈ. ઓએસીસ સંસ્થાની શહેરમાં આવેલી 4 ઑફિસ પર સર્ચ પણ કરાયું.
પીડિતા યુવતીની ડાયરીમાંથી એક નહિ અનેક પાના ફાડવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આપવીતીના બે પેજ પણ ગાયબ કરી દેવાયા છે. યુવતીની ડાયરીના પાના કોણે ફાડ્યા અને કોના કહેવાથી તે આજદિન સુધી પોલીસ નથી શોધી શકી.
વડોદરા દુષ્કર્મ પ્રકરણમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસ સાથે સંકળાયેલી એક મહત્વની યુવતીના પિતાની આપવીતી સામે આવી છે. પિતાએ પોતાની દીકરીને ઘરે પરત લાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. દીકરીને ઘરે આવવા માટે માનતી નથી. પરિવારની આંખમાં આંસુ છે. પરિવારને આ કેસમાં સંડોવાયેલા યુવતીનું બ્રેનવોશ થયાની શંકા છે. નવસારી જિલ્લામાંથી oasis સંસ્થામાં આશરે ૨૦થી ૨૫ છોકરાને છોકરીઓ ગયા છે. નવસારીના પરિવારો પોતાના બાળકોને હેમખેમ ઘરે પરત ફરે તે માટે પ્રયાસ શરૂ કર્યા છે.