નવસારીઃ વડોદરા દુષ્કર્મ પ્રકરણમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસ સાથે સંકળાયેલી એક મહત્વની યુવતીના પિતાની આપવીતી સામે આવી છે. પિતાએ પોતાની દીકરીને ઘરે પરત લાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. દીકરીને ઘરે આવવા માટે માનતી નથી. પરિવારની આંખમાં આંસુ છે. પરિવારને આ કેસમાં સંડોવાયેલા યુવતીનું બ્રેનવોશ થયાની શંકા છે. નવસારી જિલ્લામાંથી oasis સંસ્થામાં આશરે ૨૦થી ૨૫ છોકરાને છોકરીઓ ગયા છે. નવસારીના પરિવારો પોતાના બાળકોને હેમખેમ ઘરે પરત ફરે તે માટે પ્રયાસ શરૂ કર્યા છે. 


બીજી તરફ, ઓએસીસ સંસ્થા પર પોલીસે સકંજો કસ્યો છે. રેલવે પોલીસે ઓએસીસ સંસ્થાના જૂના રેકોર્ડ તપાસવા ખાસ ટીમની રચના કરી છે. સંસ્થામાંથી કોર્સ કરીને ગયેલા યુવકોની તપાસ પણ શરૂ કરાઈ. ઓએસીસ સંસ્થાની શહેરમાં આવેલી 4 ઑફિસ પર સર્ચ પણ કરાયું. 


પીડિતા યુવતીની ડાયરીમાંથી એક નહિ અનેક પાના ફાડવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આપવીતીના બે પેજ પણ ગાયબ કરી દેવાયા છે. યુવતીની ડાયરીના પાના કોણે ફાડ્યા અને કોના કહેવાથી તે આજદિન સુધી પોલીસ નથી શોધી શકી.


યુવતીએ છેલ્લે કરેલો એક મેસેજ સામે આવ્યો છે. આ મેસેજને જોતા યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ ટ્રેનના વોશરૂમમાંથી યુવતીએ રાત્રે 11.30 વાગ્યે મેસેજ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મારું કિડનેપ થયું છે, મને મારી નાંખશે, પ્લીઝ બચાવી લો.










 








 








 



 


 





Published at: 23 Nov 2021 10:03 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.