સુરતઃ સુરતના કાપોદ્રામાં લગ્નની લાલચ આપી મોલમાં ફરવા લઈ જઈ યુવકે દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું હતું. ખોડીયારનગરના યુવક સામે ફરિયાદ નોધાઈ છે. સગીર છોકરી સાથે આચરાયેલા દુષ્કૃત્યના કારણે કિશોરી ગર્ભવતી હોવાનો તબીબી તપાસમાં ખુલાસો થતાં કિશોરીના પરિવારજનો ઉપર આફત તૂટી પડી છે. 


પોલીસ ફરિયાદમાં સગીરાએ જણાવ્યું છે કે, આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. યુવક સગીરાને મોબાઈલ નંબર આપી તેની સાથે વાતચીત કરી લગ્ન કરવાની લાલચ આપી મોલમાં ફરવા લઈ જતો હતો. બાદમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાએ યુવક સામે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Surendranagar : યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને કરી લીધો આપઘાત, ઘટનાસ્થળેથી મળી આવ્યો પાંચ વર્ષનો બાળક
સુરેન્દ્રનગરઃ મુળી તાલુકાના દિગસર ગામ પાસે પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું છે. બને પ્રેમી પંખીડા એક ન થઈ શકતા સજોડે મોતને વ્હાલું કરી જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ઘટના સ્થળેથી અંદાજે પાંચ વર્ષનો બાળક પણ મળી આવ્યો છે. રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને મૃતકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 


વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસઃ FSLનો રિપોર્ટ થયો ફરતો, રિપોર્ટમાં શું થયો મોટો ઘટસ્ફોટ?
વડોદરાઃ ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં એફ.એસ.એલ.નો રિપોર્ટ ફરતો થયો છે. આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનના સીમેન ટેમ્પલ મેચ ન થતા હોવાનો એફ.એસ.એલ.માં ઘટસ્ફોટ થયો છે. જાહેર થયેલી તસવીરો પણ ફરિયાદ બાદ 20 સપ્ટેમ્બરે કોપી કરાઇ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. સુરત એફ.એસ.એલ.માં મોકલાયેલા રિપોર્ટમાં બન્ને આરોપીઓના સીમેન સેમ્પલ અને યુવતી તેમજ ચાદર ટુવાલના નમુના મેચ થતા નથી. 


રૂમમાંથી મળેલા સ્પાઈ કેમેરા નું મેમરી કાર્ડ પણ મળ્યું નથી. હાઈપ્રોફાઈલ કેસ નો કાનૂની જંગ વધુ ઉગ્ર બનવાના એંધાણ.