સુરત: સુરતના આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નંબર 29ની આપની ઉમેદવાર સપના રાજપુતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આપના જ મહામંત્રી ગૌતમ પટેલ માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. સપના રાજપૂતને રાજકીય કારકીર્દી ખતમ કરી દેવાની ધમકી આપી હતી.
રાજનીતિમાં નીચે પડો ત્યારે જ ઉપર ઉઠે છે. પાર્ટીમા હોદ્દા માટે રાજનીતિમાં નીચે ઉતારવાનું કહ્યું હતું. બીજી તરફ ગૌતમ પટેલનો આક્ષેપ છે કે, સપના રાજપૂતના પતિ 1 વર્ષ પહેલા 10 હજાર લઈ ગયો હતો. જે આજદિન સુધી ન આપતા આ પ્રકારે રાજકીય સ્ટંટ કરે છે. સપના રાજપૂત ભાજપનો હાથો બની ગઈ છે.
આપની નેતા સપનાએ ડિપ્રેશનમાં 20 ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગૌતમ પટેલ સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદમાં વધુ એક હત્યારી માતાનો કિસ્સો આવ્યો સામે, પોતાના 3 મિત્રોને બોલાવી પુત્રની કરાવી નાંખી હત્યા
અમદાવાદઃ ગઈ કાલે હજુ 3 વર્ષીય પુત્રની હત્યા કરનારી માતાની ઘટનાની શાહી હજુ સૂકાઇ નથી, ત્યાં માતા દ્વારા પુત્રની હત્યા કરાયાની વધુ એક ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરમા હત્યારી માતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કણભામા સાવકી માતાએ પુત્રની હત્યા કરાવી છે.
રૂપિયાને લઈ બોલાચાલી થતા પુત્રની હત્યા કરાવી લાશ નદીમા નાખી દીધી હતી. માતાએ હત્યા માટે પોતાના 3 મિત્રોને બોલાવી હત્યાને અંજામ આપ્યો હતો. કણભા પોલીસે યુવકનો મૃતદેહ કબ્જે કરી માતાની અટકાયત કરી લીધી છે. અન્ય ૩ હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
ગઈ કાલે અમદાવાદમાં લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો હતો. પ્રેમમાં આંધળી માતાએ ખૂદ પોતોના જ ત્રણ વર્ષના દીકરાની પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સાથે સાથે લોકો હત્યારી માતા પર ફીટકાર વરસાવી રહ્યા છે. શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીએ ત્રણ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેર કોટડામાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમ સંબંધમાં બાળકને લઇ કંકાસ થતા માતાએ બાળકની હત્યા કરી નાંખી હતી. આ પછી માતા અને પ્રેમીએ સાથે મળી પાલનપુરમાં દાટી દીધો હતી. શહેર કોટડા પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે. હત્યારી માતા અને પ્રેમીએ 8મી ઓગસ્ટના રોજ પાલનપુર જઇ બાળકને દાટી દીધો હતો. શહેર કોટડા પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ ખાડો ખોદી બાળકની લાશ કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવી છે.
પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરવા માતાએ ત્રણ વર્ષના બાળકની હત્યા કરી નાંખી છે. અનૈતિક સંબંધે ફરી એક માસુમ બાળકનો જીવ લીધો છે. બાળકને દૂધમાં ઝેરી પાવડર પીવડાવી હત્યાકરી નાંખી હતી. જ્યોતિ પરમાર અને તેનો પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારે ત્રણ વર્ષના ફુલ જેવા બાળકને દૂધમાં ઝેરી પાવડર પીવડાવી હત્યા કરી નાંખી હતી.