સુરત:  સુરતના ઓલપાડ તાલુકાનું બરબોઘન ગામ જેની આજે મળેલી ગ્રામ સભામાં સરપંચ, તલાટી અને ગ્રામજનો વચ્ચે  વાકયુદ્ધ થયું હતું. તળાવને ગેરકાયદે ખાલી કરવા મુદે  ગ્રામજનોએ હંગામો મચાવ્યો હતો. જેથી ગ્રામ સભાને બરખાસ્ત કરવી પડી હતી.  75 એકર વિસ્તારમાં ગામનું તળાવ આવેલું છે. જેના પાણીનો ગ્રામજનો અને પશુપાલકો ઉપયોગ કરે છે.  સરપંચ દિક્ષાંત પટેલ અને તલાટી રાજેશ બોધરા પર આરોપ છે કે,  ખાનગી કંપનીને ફાયદો કરાવવા  પરવાનગી વગર તળાવને ખાલી કરાવ્યું છે. 


ગ્રામજનો મુજબ, 500 વર્ષ જૂનું તળાવ તેમના માટે જીવાદોરી છે. જો બે વર્ષ સુધી વરસાદ ન પડે તો પણ ગ્રામજનોને પાણી મળતું રહે છે.  તો  સરપંચ અને તલાટીએ ગ્રામજનોના આરોપ નકાર્યા અને દાવો કર્યો કે, તળાવના પાળા બનાવવા માટે ગ્રામ સભામાં ઠરાવ કરી તળાવ ખાલી કરવાયું છે. પરંતુ બંને તળાવને ખાલી કરવાના પુરાવા ન આપી શક્યા.  


રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, દાંતા અને અરવલ્લી પંથકમાં વરસાદ


સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. 


અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.



મહીસાગરના લુણાવાડામાં વાતાવરણ પલટલતા અહીં પણ  ગાજવીજ  હળવો  વરસાદ પડ્યો. વરસાદના કારણે  વાવેતર કરેલા ઘઉં, મકાઈ, બાજરી,ઘાસચારાના પાકને નુકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત છે. એક બાજુ ગરમીની શરૂઆત થઇ ગઇ છે તો બીજ તરફ હજું વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થાય છે. આ બધાની વચ્ચે વરસાદ પડતાં   એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતાં  રોગચાળો  વકરે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે.



હવામાન આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. . પાલનપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંબાજીના દાંતામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થયું જેના પગલે ... ઘઉં, રાયડા, મકાઈ, એરંડા, ચણા, જીરા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે  ધરતીપુત્રો  ચિંતિત બન્યાં છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને આસપાસના પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. વધુ વરસાદ પડશે તો ઘઉં ,ચણા ,કપાસ ,બટાકા ,તડબુચના પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.