સુરત: ડુમસ એરપોર્ટ નજીક બુધવાર મોડી રાત્રે BMW કાર ચાલકે બાઇકસવાર બે લોકોને અડફેટે લેતા એકનું મોત ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાર ચાલક દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતો હતો.



BMW કારનો ચાલક લગભગ પોણા બે કિલોમીટર સુધી બાઇકને ઢસડી ગયો હતો. ગામવાસીઓએ કાર ચાલકને પકડીને ફટકારી પોલીસના હવાલે કર્યો હતો. કારનો ચાલક દારૂના નશામાં કાર હંકારતો હતો.



બાઇક સવાર બંને નર્મદા સિમેન્ટ કંપનીના કર્મચારીઓ હતો. જેમાં મૃતકની ઓળખ અશોક ખલાસી રહે. ભીમપોર જપતિસાત ફળિયુ. જ્યારે ઇજાગ્રસ્ત અનિલ ખલાસી રહે. પીડી સ્ટીર્ટ, ભીમપોર તરીકે ઓળખ થઇ હતી.



બોલીવુડની પ્રથમ પ્લાસ્ટિક ફ્રી ફિલ્મ બનશે ‘કૂલી નંબર 1’, પીએમ મોદીએ પ્રશંસા કરીને કહ્યું આમ, જાણો વિગત

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ જ અમદાવાદના રોડ રસ્તાની બિસ્માર હાલત પર ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે

દંગલ ગર્લ બબીતા ફોગાટે હરિયાણા પોલીસમાંથી આપ્યું રાજીનામુ, લડી શકે છે ચૂંટણી