સુરતઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને સમન્સ બજાવવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ‘બધા મોદી ચોર છે’ એ બાબતે નિવેદન આપ્યું હતું. જેના કારણે 16 એપ્રિલે સુરત ભાજપના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરૂદ્ધ બદનક્ષીની ફરિયાદ સુરત કોર્ટમાં કરી હતી.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી વિરૂદ્ધ કરેલી ટિપ્પણી સામે મોઢવણિક સમાજ વતી ઉપપ્રમુખ અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગત 13મી એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ બેંગ્લોરથી લગભગ 100 કી.મી દૂર એક જાહેર સભા સંબોધી હતી જ્યાં એક નિવેદન કર્યું હતું કે બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? સમગ્ર ભારતમાં 'મોદી' અટકધારી મોઢવણિક સમાજ તરીકે પ્રવર્તમાન છે. ભારતમાં 13 કરોડ લોકો આ સમાજના હોવાનો દાવો કરાયો છે. ફરિયાદમાં કહેવાયું છે કે, રાહુલ ગાંધીએ તેમને ચોર કહીં અપમાનિત અને બદનામ કર્યા છે.
સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ બજાવવાનો કેમ આદેશ કર્યો? જાણો વિગત
abpasmita.in
Updated at:
03 May 2019 09:01 AM (IST)
રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ‘બધા મોદી ચોર છે’ એ બાબતે નિવેદન આપ્યું હતું. જેના કારણે 16 એપ્રિલે સુરત ભાજપના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરૂદ્ધ બદનક્ષીની ફરિયાદ સુરત કોર્ટમાં કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -